ભારતમાં મહિલાઓનાં સળગતા મુદ્દાઓ

0
313

દુનિયાનાં જે દેશોમાં મહિલાઓ સામાજિક સ્તર પર ખૂબ જ પછાત છે, અત્યાચાર તેમજ શોષણની શિકાર છે. તેમાં આપણો દેશ હિંદુસ્તાન પણ શામેલ છે. હિંદુસ્તાનમાં મહિલાઓની પરિસ્થિતી પર ઘણા અહેવાલો આવ્યા છે અને દુનિયાભરમાં આની ઉપર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવે છે. આ સ્થિતિ ઇસ્લામને માનનારી મહિલાઓ માટે એક પડકાર છે અને એક અવસર પણ છે. પડકાર એ છે કે ઇસ્લામ ની જાણકાર મહિલાઓ અત્યાચારના આ રાજમાં અલ્લાહની બંદીઓને નથી જોઈ શકતી અને અવસર,ઇસ્લામના નિમંત્રક અને અડધી આબાદીને માનવતાનું નેતૃત્વ અને માર્ગદર્શન માટે એક મંચ પ્રદાન કરવું છે. ભારતમાં મહિલાઓની સાથે બે પ્રકારની ક્રૂરતા છે. એક તરફ ક્રૂરતાનું પારંપારિક રૂપ છે, જેમાં સામાન્ય રીતે ઓછી શિક્ષિત અથવા અશિક્ષિત અને ગ્રામીણ મહિલાઓ તેનાથી પીડિત છે. બીજી તરફ ક્રૂરતાનું આધુનિક અને વિકસીત રૂપ છે, જેમાં શિક્ષિત શહેરી મહિલાઓ પીડિત છે.

પારંપારિક અન્યાય, ધાર્મિક અંધવિશ્વાસ, મૂર્ખતા, નબળાઈ, દૂર્ભાવનાપૂર્ણ વ્યવહાર, ઘરેલુ આક્રમકતા અને યૌન દુર્વ્યવહાર  તેમજ દુષ્કર્મ જેવી સમસ્યાઓ છે. આ સમસ્યાઓને પારંપારિક અને તથાકથિત સમાજનું કારણ માનવામાં આવે છે. પરંતુ ભારતમાં સભ્ય અને સુખી વર્ગોની મહિલાઓ પણ આ પ્રલોભનોથી સુરક્ષિત નથી. ૧૯૯૩માં દહેજથી જોડાયેલી ૫૩૭૭ હત્યાઓ દાખલ કરવામાં આવી. ફક્ત દિલ્લીમાં દર ૧૨ કલાકે એક મહિલા દહેજ માટે બાળી નાંખવામાં આવે છે. શોધકર્તાઓનું માનવું છે કે આ રેકોર્ડની તુલનામાં ઘટનાઓેની વાસ્તવિક સંખ્યા ઓછાંમાં ઓછી ત્રણ ગણી વધુ છે. પાછલા અમુક વર્ષોમાં દહેજના નામ પર ક્રુરતાની ઘટનાઓ એવી મહિલાઓ સાથે થઈ જેમાં ડોક્ટર અને આઇપીએસ અધિકારીઓ પણ છે, ત્યાં સુધી કે પોલીસ અધિકારી પણ શામેલ છે. આ રેકોર્ડથી ખ્યાલ આવે છે કે આ સ્થિતિ દરેક જગ્યાએ ગામડાઓ અને પહાડી વિસ્તારોથી મેટ્રોપોલિટન શહેરોના ‘સમ્માનીય’ અને ‘સજ્જન’ લોકોના ઘરોમાં પણ જોવા મળે છે. આ ઘરેલુ આક્રમકતાનો પણ મામલો છે. નશામાં પત્નીઓ સાથે ગેરવર્તન ફક્ત ગામડાઓ અને પહાડી વિસ્તારોમાં જાવાં નથી મળતું. આઇએએસ અને આઇપીએસ અધિકારી પણ આમાં શામેલ હોય છે. આ લોકોની રાજનીતિક દળોની ઉચ્ચતમ સ્તરો તેમજ સંગઠનો સુધી પહોંચ પણ  હોય છે. જેના લીધે તેમની ઉપર કાર્યવાહી પણ નથી થતી. સતીની ઘટનાઓ હકીકતમાં ફક્ત ગામડાઓમાં જ થાય છે. જ્યારે કે ૨૧મી સદીના ભારતમાં તેના સમર્થક દરેક સ્તરે જોવા મળે છે. પૂર્વ સત્તારૂઢ પાર્ટીઓના ઉચ્ચ સ્તરીય નેતાઓનાં પ્રમુખે આ અમાનવીય પ્રથાઓનું સમર્થન કર્યું છે. રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયમાં એક વકીલએ સમર્થન કર્યું છે. એક અહેવાલ મુજબ, જે વકીલે ખુલ્લી રીતે આ કર્મકાંડની પિપૂડીવગાડી, તે અત્યારે ન્યાયધીશ છે. મહિલાઓના પૂર્વ જન્મ, હત્યા કે ભ્રૂણ હત્યાની ઘટનાઓ ભારતનાં દરેક મોટા શહેરમાં સામાન્ય છે. દેશના સુખી રાજ્યો અને રાજધાની દિલ્હીમાં મહિલાઓના ગર્ભપાત ખતરનાક વેગથી થઈ રહ્યા છે. ૨૦૦૧ની વસ્તી ગણતરીનાં આંકડાઓ પરથી ખયાલ આવે છે કે ઓછામાં ઓછી ૫ કરોડ બાળકીઓ (ભારતનું બીજુ સૌથી મોટું રાજ્ય મહારાષ્ટ્રમાં સમગ્ર મહિલાઓની સખ્યા બરાબર મહિલાઓ) ભારતની આબાદીમાંથી ગાયબ છે. ઓછી આવકવાળા અને મોંઘા સંસાધનો સુધી ગ્રામીણ મહિલાઓની પહોંચ ઓછી છે. એટલા માટે આ માની શકાય છે કે આ વ્યવહાર વધારે પડતાં શિક્ષિત, સમૃદ્ધ નાગરીક માતા-પિતાનાં જ હોય છે. ડોક્ટરની મદદ વગર ભ્રૂણની ઓળખ અસંભવ છે. એટલા માટે મોટા શહેરોમાં ભ્રૂણ માફીયા આ બર્બરતામાં સક્રિય છે.

લગભગ ૪૧% મહિલાઓ આહારની ઉણપથી પીડિત છે. તેમને પુરુષોનાં પ્રમાણમા ઓછું ભોજન મળે છે. ભારતમાં જન્મ સમયે છોકરીઓની મૃત્યુની સંખ્યા સૌથી વધુ છે. બે તૃતીયાંશ પ્રસુતિ ડોક્ટર વગર થાય છે. દવાખાના વાળા, ડોક્ટર તેમજ અન્ય કર્મચારી પણ ગ્રામીણ અને પછાત ક્ષેત્રની મહિલાઓ સાથે ખૂબ જ ક્રૂર વ્યવહાર કરે છે. હાલમાં ગાંધી હોસ્પિટલ, હૈદરાબાદમાં ઘટેલ ઘટના આ સ્થિતિને સમજવા માટે પર્યાપ્ત છે. સમાચાર પત્રોમાં આવેલ અહેવાલ મુજબ એક આદિવાસી મહિલા પોતાની સાસુ સાથે પ્રસવ પીડા દરમ્યાન આ સરકારી હોસ્પિટલમાં આવી. ડોક્ટરોએ ફક્ત એ આધાર પર પ્રવેશ આપવાથી ઇન્કાર કરી દીધો કે તેની પાસે સ્થાનીય ડોક્ટરોના પાછલા રિપોર્ટ નહોતા. આ ગરીબ મહિલાએ હોસ્પિટલના પ્રાંગણમાં જાહેરમાં બાળકને જન્મ આપ્યો. (સમાચાર પત્રોમાં ચિત્રો પણ પ્રકાશીત કરવામાં આવ્યા હતા.) સમૃદ્ધ ભારતની સૌથી મોટી સમસ્યા બાળકીઓ તેમજ મહિલાઓની સાથે યૌન શોષણની છે. દર કલાકે બળજબરીથી દુષ્કર્મ કરવાની ઘટના દાખલ કરવામાં આવે છે.  હવે તો સામૂહિક દુષ્કર્મ થાય છે. આ ખુલ્લી અને પૂર્ણ આક્રમકતાની ઘટના છે. બ્લેકમેલ, ધમકી, અશ્લીલતા અને સ્થિતિનો લાભ લઈને આર્થિક, વ્યવસાયિક અને રાજનીતિક દળોએ મહિલાઓની સાથે યૌન ઉત્પીડનની કોઈ સીમા બાકી રહેવા દીધી નથી. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓની સ્થાપનાએ આને ખૂબ જ વેગ

આભાર – નિહારીકા રવિયા  આપ્યો. આવી જ કંપનીઓના નિયમોના લીધે મહિલાઓની આખી રાત કર્તવ્યોનું પાલન કરવા માટે મજબુર થવું પડે છે, આધુનિક કોલ સેન્ટર અને સોફ્‌ટવેર કંપનીઓ તેણીઓને લાંબા અંતરનો પ્રવાસ કરવા પર મજબુર કરી દે છે. દિલ્હી અને બેંગ્લોરમાં સોફ્‌ટવેર વ્યવસાયિકો સાથે થયેલ વ્યભિચાર તાજેતરની ઘટનાઓ બાબતે આંખો ખોલવા માટે પર્યાપ્ત છે. પરંતુ ‘ધ ફાઇન કેપિટલ’ને ચેતવણી આપવામાં આવી છે કે તે આ ઘટનાઓને કોઈ મહત્વ આપવા માટે તૈયાર નથી. યૌન ઉત્પીડનનાં ભારતીય કાનૂન મુજબ, યૌન શોષણમાં અશ્લીલ સંકેત અને કુકર્મ પણ શામેલ છે. જો આ ઓળખવામાં આવે તો આધુનિક કોલ સેંટરમાં પ્રત્યેક કર્મચારી આ ઉત્પીડનથી પીડિત છે. કેમ કે તેનો મુખ્ય માર્ગ અમેરિકી પ્રવૃતિઓ (અભદ્ર તેમજ અશ્લીલ વાતો)ને સાંભળવી છે. હવે તો નગ્નતા, અશ્લીલતા તેમજ પોર્નોગ્રાફીને સાહિત્યકાર તેમજ નારિવાદીઓ પણ મહિલાઓનું શોષણ સમજવા લાગ્યા છે. પરંતુ આ જટિલ સમસ્યા પહેલા દિવસથી બનેલી છે. સમાચાર પત્ર અને પત્રિકાઓ જેમ કે ‘ડોન ક્રોનીકલ’, ‘એશિયન એજ’ અને ‘આઉટલૂકે’ તો હદ વટાવી દીધી છે. ફિલ્મ સેન્સરને વિશ્વાસની ભાવનાની સાથે શ્રેય આપવામાં આવે છે. ટેલિવિઝન સિરીયલ એક એવા સમાજને પ્રોત્સાહન કરવા તેમજ જીવનને તોડવાની કોશિશ કરી રહ્યું છે, જેમાં સ્ત્રીનું શરીર પતિ, તેના ભાઈઓ, મિત્રો, પડોશીઓ, અધિકારીઓ અને અન્ય અગણિત પુરુષો માટે છે. આને ફક્ત સુંદર મજાનું રમકડું સમજવામાં આવે છે. મુખ્ય મુદ્દાઓમાંથી એક આ પણ છે જેની પર ઓછું ધ્યાન આપવામાં આવે છે, પરંતુ અમુક મહિલા સંગઠનોએ આ સમસ્યાને આંદોલનનું રૂપ આપ્યું છે. તે સરકારની ચાલી રહેલી નીતિ નિયંત્રણ પ્રણાલીથી વાકેફ છે. માસ મીડિયા અને અન્ય સ્ત્રોતોથી ઉચ્ચ ટેક્નિક હાર્મોનલ ગર્ભનિરોધ પદ્ધતિથી કરવામાં આવી રહ્યો છે. ભારે નુકસાન પર ઘણા અહેવાલોની માહિતી મળી છે. પરંતુ પારંપારિક ભારતીય સમાજની જેમ આધુનિક સમાજની મહિલાઓ મહિલાના જીવન અને તેના સ્વાસ્થ્યમાં પણ ઓછો રસ છે. તેમની સમજ ફક્ત એ જ છે કે તે પોતાનાં કાર્યાલયો અને કંપનીઓની સેવિકાઓ છે. સેવામાં રાત્રિ કંપનીમાં જ રહો, ફોન કોલ સંભાળતા રહો. જા મહિલા ગર્ભવતી છે તો નિશ્ચિંત જ તેને પોતાના બાળકથી છૂટકારો મેળવવો હશે. ભલે, તેનું પરિણામ સ્તન કેન્સરના રૂપમાં સામે આવે કે પછી તેનું મૃત્યુ થઈ જાય.

શરીરના વિકાસના સંબંધમાં બધા અવરોધો છતાં, આ બીમારી ભારતીયો નાગરિકોમાં વધતી જઈ રહી છે. ભારતના બંધારણએ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની અનુમતિ આપી દીધી છે. ભારત આંતરરાષ્ટ્રીય ચાર્ટરનું હસ્તાક્ષર તે સમર્થક છે. તેના મુજબ, દેહવિક્રયની વિરુદ્ધ આવશ્યક પગલાં લે અને લેવામાં પણ આવ્યા છે. આ સંબંધમાં નિર્ધારિત નિયમ છે. જો કે સ્થિતિ આ છે કે ‘એશિયન એજ’ અહેવાલ મુજબ દેશમાં લગભગ ૭૦૦૦૦ દેહવિક્રયમાં લિપ્ત મહિલાઓ છે. ૨૦ વર્ષથી નીચેની આયુની ૩૦% છે અને ૧૫% ૧૨ વર્ષથી નીચેની આયુની કિશોરીઓ છે. આ વ્યવસાય ફાઇવ સ્ટાર હોટેલોમાં, ડાંસ બાર, ક્લબો અને કોટેજ અને ઉચ્ચ શ્રેણીની વચ્ચે ઝડપથી વધી રહ્યો છે. તે ઉપરાંત આધુનિક જીવન-શૈલી અને લક્ઝરીથી પ્રભાવિત કોલેજ છાત્રાઓ, કાર્યરત્‌,મહિલાઓ, pિર્કીજર્જૈહટ્ઠઙ્મ (વ્યવસાયિકો) આ વ્યવસાયની તરફ ઝડપથી આગળ વધી રહી છે. આ બધી ભારતીય સમાજની ધબકતી સમસ્યાઓ છે. તેમાં પ્રત્યેક સમસ્યામાં એટલી ક્ષમતા છે કે એક મોટું જન આંદોલન ઉભું કરી શકાય છે. મહિલા સંગઠનો આ સમસ્યાઓને નિશ્ચિત રૂપે ઉપાડે છે, પરંતુ આ સંગઠનોને તેઓની પોતાની સમસ્યા છે, તેમની પાસે સમાધાનનો કોઈ વ્યાપક દૃષ્ટિકોણ અને નૈતિક અવધારણા નથી, એટલા માટે એમના પ્રયાસ વધુ સમય સુધી ચાલી નથી શકતા. બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે આ આંદોલન કાં તો ભારતની પ્રાચીન સામાજિક પરંપરાઓથી સંબંધિત થવા માંગે છે અથવા આધુનિક †ી અવધારણાઓથી આશ્વસ્ત છે. જ્યારે કે આ બંને શૈલીના વિચાર મહિલાઓ માટે ઘાતક છે. એટલા માટે, જો તે શક્તિશાળી આંદોલનોને ચલાવવા માટે સફળ થવામાં સક્ષમ છે, તો શાખાઓ ફક્ત નાની નાની સમસ્યાઓનું નિરાકરણ કરી શકે છે, જડમાંથી આ સમસ્યાઓનું નિવારણ નથી થઈ શકતું. જો ઇસ્લામી અભિયાન આ ભાવનાઓને શક્તિશાળી રીતે ઉપાડે તો, આ ભારતીય મહિલાઓ માટે પોકાર બની શકે છે.

આવો ! મસ્જીદની મુલાકાત લઈએના પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં બિન-મુસ્લિમ ભાઈ બહેનોએ ભાગ લીધો આવનારા ઘણા બિન-મુસ્લિમોએ આ પ્રોગ્રામ પર ખુશી વ્યક્ત કરી અને ઘણા લોકોએ કહ્યું કે, “અમારી ઘણા વર્ષોથી એવી ઈચ્છા હતી કે ક્યારેક મસ્જીદની મુલાકાત કરીએ, જે આજે પુરી થઈ.

ભારતમાં હજારો વર્ષોથી અલગ-અલગ ધર્મોના લોકો એકબીજાની સાથે રહે છે, પરંતુ એકબીજાના ધર્મ અને સમાજ વિશે ખૂબ જ ઓછું જાણે છે. આ અંતરને ઓછું કરવા એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં હિન્દુ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તી તેમજ તમામ બિન-મુસ્લિમ ભાઈ બહેનોને મસ્જીદની મુલાકાત માટે “આવો ! મસ્જીદની મુલાકાત લઈએ” કાર્યક્રમમાં હૃદયપૂર્વક હાજર રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

આ અંતર્ગત તા. ૨૭મી જાન્યુઆરી, ૨૦૧૯, રવિવારના દિવસે અમદાવાદના રખિયાલ વિસ્તારની “ઉમર બિન ખત્તાબ મÂસ્જદ” તરફથી ગુજરાતમાં પ્રથમ વાર બિન-મુસ્લિમો માટે “આવો ! મસ્જીદની મુલાકાત લઈએ” પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બિન-મુસ્લિમોએ મÂસ્જદની મુલાકાત લીધી. દરેક આવનારા બિન-મુસ્લિમ વ્યક્તિને ખજુર અને ભેટની સાથે સ્વાગત કરવામાં આવ્યું. મÂસ્જદમાં આવ્યા પછી એમને નમાઝનો હેતુ, પાંચ વખતની નમાઝ, જુમ્‌આની નમાઝ, ઇદોની નમાઝ, જનાઝાની નમાઝ, તહજ્જુદની નમાઝ, હજ્જ વગેરે વિશે માહિતી આપવામાં આવી. મહેરાબ, મિમ્બર બતાવવામાં આવ્યા. આવનારા બિન-મુસ્લિમોએ મુસ્લિમોને વુઝૂ કરતા અને નમાઝ અદા કરતા જોયા અને પછી નમાઝમાં શું બોલવામાં આવે છે, દુઆ કઇ રીતે કરવામાં૧ આવે છે વગેરે વિશે સવાલો પૂછ્યા. અમુક બિન-મુસ્લિમોએ આ પણ જાણ્યું કે મુસલમાન કાબા શરીફની દિશા તરફ ઉભા રહીને નમાઝ શા માટે અદા કરે છે?

મુલાકાતીઓએ મસ્જીદની દિવાલો પર લાગેલા ઇસ્લામિક પ્રદર્શનને નિહાળ્યું અને ઇસ્લામ વિશે સવાલો પૂછ્યા, જેના જવાબ આપવામાં આવ્યા અને ઇમામ સાહેબથી મુલાકાત કરીને ખુશી વ્યક્ત કરી. આવનારા ઘણા બિન-મુસ્લિમોએ આ પ્રોગ્રામ પર ખુશી વ્યક્ત કરી અને ઘણા લોકોએ કહ્યું કે, “અમારી ઘણા વર્ષોથી એવી ઈચ્છા હતી કે ક્યારેક મસ્જીદની મુલાકાત કરીએ, જે આજે પુરી થઈ.” અંતમાં મસ્જીદમાં આવનારા દરેક બિન-મુસ્લિમ ભાઈ-બહેનોને શિરખુરમો પીવડાવવામાં આવ્યો.

આ પ્રોગ્રામના અહેવાલ માટે મોટી સંખ્યામાં મીડિયા બંધુઓએ પણ ભાગ લીધો. અમુક પત્રકારોએ પણ અહેવાલ ઉપરાંત સ્વયં રીતે ઇસ્લામ વિશે ઘણા સવાલો કરી માહિતી મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here