માનવીના વિચાર તથા કર્મો પર

0
176

આખિરતના અકીદાની અસર

(૧ર) અનુવાદઃ મુસ્તૌરિ દિબ્ન શદ્દાદ રદિ. કહે છે કે મેં રસૂલુલ્લાહ સ.અ.વ.થી સાંભળ્યું, આપ સ.અ.વ. ફરમાવતા હતાઃ અલ્લાહના સોગંધ ! દુનિયાનું ઉદાહરણ આખિરતની તુલનામાં બસ એવું છે કે જાણે તમારામાંથી કોઈ પોતાની એક આંગળી સમુદ્રમાં નાખીને કાઢે અને પછી જુએ કે કેટલું પાણી તેમાં લાગીને આવ્યું છે.૧૩’ (મુસ્લિમ)

સમજૂતીઃ ૧૩. અર્થ આ છે કે દુનિયા આખિરતની તુલનામાં એટલી અવાસ્તવિક છે કે જેટલી સમુદ્રની તુલનામાં આંગળીમાં લાગેલ પાણી આપ સ.અ.વ.એ આ ઉદાહરણ માત્ર સમજાવવા માટે આપ્યું છે, નહિતર દુનિયાને આખિરતની તુલનામાં આ સંબંધ (કે પ્રમાણ) પણ હાસલ નથી. આખિરત અર્મયાદ છે અને દુનિયા મર્યાદિત અને અંત પામનારી છે. જે વસ્તુ મર્યાદિત હોય તેનો અનંત વસ્તુ સાથે કોઈ જ સંબંધ નથી હોતો. આથી આખિરતને છોડીને દુનિયાને જ સર્વ કાંઈ સમજી લેવી અંતિમ કક્ષાની અદૂરદર્શિતા અને મૂર્ખામી કે નાદાની છે.

(૧૩) અનુવાદઃ સહલ બિન સઅ્‌દ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ જા અલ્લાહની સમીપ દુનિયાની હૈસિયત મચ્છરના પર (પાંખ) જેટલી પણ હોત તો કોઈ કાફિર વ્યક્તિને એક ઘૂંટ પાણી પણ ન આપત.૧૪’ (અહમદ, તિર્મિઝી, ઇબ્ને માજાહ)

૧૪. આખિરતની તુલનામાં દુનિયાની કોઈ હૈસિયત નથી. આથી અહીં ‘મુન્કરીન’ અલ્લાહનો (ઇન્કાર કરનારાઓ) અને કાફિરોને પણ ફાયદો ઉઠાવવાનો મોકો મળી રહ્યો છે. આખિરતમાં કાફિર કે સત્યના કોઈ શત્રુને પાણીનું એક ટીપું પણ તરસ છિપાવવા માટે મળી નહીં શકે.

(૧૪) અનુવાદઃ હઝરત ઉમર રદિ. કહે છે કે હું રસૂલુલ્લાહ સ.અ.વ.ની સેવામાં હાજર થયો તો આપ સ.અ.વ. એક ખરબચડી સાદડી પર સૂતા હતા, અને તેની (સાદડીની) અને આપ સ.અ.વ.ના મુબારક શરીરની વચ્ચે કોઈ બિસ્તર ન હતું. સાદડીએ (આપ સ.અ.વ.ના) પડખા પર નિશાન પાડી દીધા હતા. આપ સ.અ.વ.એ ચામડાના એક ઓશિકાનો ટેકો લીધેલો હતો. જેમાં ખજૂરના છોતરા ભરેલા હતા.

મેં અરજ કરીઃ યા રસૂલુલ્લાહ ! અલ્લાહથી દુઆ ફરમાવો કે તે આપ સ.અ.વ.ની ઉમ્મત પર સમૃદ્ધિ  (સંપન્નતા) ફરમાવે. આ ઈરાન તથા રોમ પણ તો છે, તેમને કેટલી સમૃદ્ધિ (સંપન્નતા), પ્રાપ્ત છે, જા કે આ લોકો અલ્લાહની ઇબાદત નથી કરતા. આપ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ હે ઇબ્ને ખત્તાબ (રદિ.) ! હજી સુધી તમે આ જ વિચારોમાં છો ? આ તો એ લોકો છે કે જેમની ને’મતો દુનિયાના જ જીવનમાં આપી દેવામાં આવી,  (આખિરતમાં તેમનો કોઈ ભાગ નથી);  અને એક બીજી રિવાયતમાં છે કે (આપ સ.અ.વ.એ ફરમાવ્યું)ઃ શું તમે આના પર રાજી નથી કે તેમના માટે દુનિયા હોય અને આપણા માટે આખિરત.૧પ’ (બુખારી, મુસ્લિમ)

સમજૂતીઃ ૧પ હુઝૂર સ.અ.વ.એ હંમેશા દુનિયાની તુલનામાં આખિરતને પ્રાથમિકતા આપી. દુનિયામાં જે વસ્તુને આપ સ.અ.વ.એ હંમેશાં પોતાની દૃષ્ટિ સમક્ષ રાખી તે અલ્લાહની પ્રસન્નતા  અને આખિરતની ઈચ્છા હતી. દુનિયા કમાવવાની ચિંતા આપ સ.અ.વ.એ કયારેય ન કરી, અને ન જ આપ સ.અ.વ.એ એશ-આરામના જીવનને પસંદ ફરમાવ્યું. હઝરત આયશા રદિ.નું નિવેદન છે કે મુહમ્મદ સ.અ.વ.ના એહલે બૈતે કયારેય બે દિવસ સતત જવની રોટીથી પેટ નથી ભર્યું. તે એટલે સુધી કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ વફાત પામી. (બુખારી, મુસ્લિમ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here