મુસ્લિમોનું શૈક્ષણિક પછાતપણું કારણો અને ઉપાય

0
185

૨૦૧૯ની ચૂંટણીએ મુસ્લિમોના પછાતપણાની પુષ્ટિ કરી દીધી છે. એનો સ્પષ્ટ પુરાવો લોકસભામાં મુસ્લિમ સંસદસભ્યોની સંખ્યા ઉપરથી મળી રહે છે. મુસલમાનોના શૈક્ષણિક પછાતપણા અંગેના ૨૦૧૩ના સચ્ચર કમિટીના અહેવાલને પ્રસિધ્ધિ એટલા માટે મળી છે કે મુસ્લિમો શૈક્ષણિક સ્તરે અન્ય કોમો અર્થાત્‌ અનુસૂચિત જાતિ અને જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગો કરતાં પણ પાછળ છે. આ લેખનો આશય ભારતમાં મુસ્લિમોની શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા કરી તેના સંભવિત કારણો અને તેના ઉપાયો માટે કેટલાક સૂચનો રજૂ કરવાનો છે.

તાજેતરમાં NSSO  તરફથી એક સર્વે કરવામાં આવ્યો છે.આ સર્વે ઉપરથી એ બાબત બહાર આવી છે કે મુસ્લિમ નવયુવકો અન્ય કોમોની સરખામણીમાં શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર રીતે પછાત છે. આ અહેવાલમાં ભારતના ૧૩ રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ આ સર્વેમાં ૧૭ કરોડમાંથી ૧૩ કરોડ મુસ્લિમો આવરી લેવામાં આવ્યા હતાં. આ સર્વેનો અહેવાલ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. એમાં સ્નાતક શિક્ષણ પૂર્ણ કરનારા મુસ્લિમ યુવકોની સંખ્યા, ૨૧થી ૨૯ વર્ષ,૧૫થી ૨૪વર્ષ ના નવયુવકોની સંખ્યા જેઓ શૈક્ષણિક સંસ્થાઓની બહાર છે અને જેઓ કોઈ નોકરીનો ભાગ પણ નથી Non- Employment
Education and Training અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ યુવકોની ટકાવારી. આ ત્રણેય બાબતોના આધારે ટુંકૂં વિશ્લેષણ અહીં રજૂ કરૂં છું.

ઈ.સ. ૨૦૧૭-૧૮માં મુસ્લિમ નવવયુકો વચ્ચે સ્નાતક  કક્ષાનું શિક્ષણ પૂર્ણ કરવાનું પ્રમાણ ૧૪ ટકા છે .દલિતોમાં આ પ્રમાણ ૧૮ ટકા અને હિંદુ સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગોમાં આનું પ્રમાણ ૨૫ ટકા છે. અહીં વિચારણીય વાત એ છે કે ઉત્તર ભારતમાં શિક્ષણપ્રાપ્તિના આ પ્રમાણમાં ઓર ઘટાડો થાય છે. દા.ત. હરિયાણામાં આ પ્રમાણ ૩ ટકા, રાજસ્થાનમાં ૭ ટકા અને ભારતના સૌથી મોટા રાજ્યમાં ૧૧ ટકા છે.ઉત્તર ભારતમાં મધ્યપ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ પ્રમાણ અન્ય રાજ્યોની સરખામણીમાં સારૂં છે જે ૧૭ ટકા છે.

જો પૂર્વ ભારતની વાત કરીએ તો બિહારમાં શિક્ષિત નવયુવાનોની ટકાવારી ૮ ટકા, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના પશ્ચિમ ભારતના રાજ્યોમાં આ ટકાવારીમાં ૨૦૧૧-૧૨ની સરખામણીમાં શિક્ષણ પ્રાપ્તિના પ્રમાણમાં થોડોક સુધારો જણાયો છે.

દક્ષિણ ભારતને સંબંધ છે ત્યાં સુધી તામિલનાડુમાં મુસ્લિમ સ્નાતકો ૩૬ ટકાના પ્રમાણ સાથે દેશમાં સૌથી મોખરે છે. કેરાલામાં આ પ્રમાણ ૨૫ ટકા છે. આંધ્રપ્રદેશમાં ૨૧ ટકા અને કર્ણાટકમાં ૧૮ ટકા છે. દક્ષિણ ભારતમાં મુસ્લિમોની નોંધપાત્ર શૈક્ષણિક પ્રગતિનું એક નોંધપાત્ર કારણ આરક્ષણ પણ છે જે રાજ્ય સરકાર દ્વારા મુસ્લિમોને આપવામાં આવે છે.

મુસ્લિમ યુવાનોની એક નોંધપાત્ર સંખ્યા શિક્ષણ છોડીને

Non-Employment 
Education Training ની દિશામાં જઈ રહી છે.દેશમાં આનું પ્રમાણ ૩૧ ટકા છે જે દેશના કોઈપણ વિભાગ કરતાં વધારે છે.

•                     NEET  નુંપ્રમાણ H.C.માં ૨૬ ટકા, હિંદુ સામાજિક-શૈક્ષણિક પછાતમાં ૨૩ ટકા અને ઉચ્ચવર્ણના હિંદુઓમાં આ પ્રમાણ ૧૭ ટકા છે. રાજ્ય કક્ષાએ મુસ્લિમોમાં NEETના પ્રમાણની વાત કરીએ તો  રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તેનું પ્રમાણ ૩૮ ટકા છે. દક્ષિણ ભારતમાં આ પ્રમાણ સરખામણીમાં ઓછું છે. તેલંગણામાં આ પ્રમાણ ૧૭ ટકા, કેરાલામાં ૧૯ ટકા,તામિલનાડુમાં ૨૪ ટકા અને આંધ્રપ્રદેશમાં ૨૭ ટકા છે.

મુસ્લિમોના શૈક્ષણિક પછાતપણા માટેના સંભવિત કારણોઃ

(૧) આઝાદી અગાઉ બ્રિટિશ સરકારનું વલણ મુસ્લિમ વિરોધી રહ્યું. એની મુસ્લિમોની આર્થિક અને સામાજિક પ્રગતિ ઉપર ગંભીર અસર પડી. આ ક્રમ  આઝાદી પછી પણ ભારતમાં ચાલુ છે.

(૨) કોમી રમખાણો,હિંસા અને બિનસલામતીની લાગણી મુસલમાનો માટે અફસોસજનક વાસ્તવિકતા બની ચૂકી છે. આની મુસલમાનોની શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ ઉપર સીધી રીતે અસર પડે છે.

(૩)સ્ત્રી શિક્ષણ અંગે મુસલમાનોમાં સામાન્ય રીતે જાગૃતિનો અભાવ જોવા મળે છે.ભારતમાં સ્ત્રી શિક્ષણ અંગે આજે પણ ઘણી શંકાઓ પ્રવર્તે છે. આશંકાઓના ેવિશ્વસનીય અને તર્કસંગત ઉકેલ લાવવો જોઈઅ ેઅને આ દિશામાં જે પ્રગતિ થાય તેનું મિલ્લતે સ્વાગત કરવું જોઈએ.

(૪) સામાન્યપણે શિક્ષણશાસ્ત્રીઓ મુસલમાનોના શૈક્ષણિક પછાતપણાને તેમની વસતિ વધારા સાથે સાંકળે છે. પરંતુ જો વિચારણા કરવામાં આવે તો તેનું મૂળ કારણ વસતિ વધારો નહીં બલકે સંસાધનો-

Resources- નો ગેરવહીવટ છે. સમગ્રપણે જેઈએ તો વધુ વસતિના કારણે તકો ઉપલબ્ધ થાય છે.જરૂર છે તો માત્ર યોગ્ય રીતે જવાબદારીની ભાવના અને સભાનતાપૂર્વક આ તકોનો સદુપયોગ કરવાની.

(૫) બીજું એક કારણ મદ્રસા અને મક્તબમાં સાંપ્રત વિદ્યાઓનું શિક્ષણ અપાતું ન હોવાનું જણાવવામાં આવે છે. આ વાત મહદ્‌અંશે સાચી પણ છે. મદ્રસામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ દીની શિક્ષણ આપવા ઉપર કેન્દ્રિત હોય છે. સમકાલીન વિદ્યાઓ ઉપર બહુ ઓછું ધ્યાન આપવામાં આવે છે.આ જ કારણે મસ્જિદના ઇમામો અને ખતીબો જેમની બહુમતીએ મદ્રસામાં શિક્ષણ મેળવેલ હોય છે તેઓ મુસ્લિમ યુવાનોને આધુનિક શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરી શકતાં નથી.

(૬) મુસ્લિમ વિસ્તારોમાં શાળાઓની હાલત કફોડી હોય છે.તેમાં જરૂરી સુવિધાઓ પણ નથી હોતી. આના માટે સરકાર અને રાજકીય નેતાઓ સીધા જવાબદાર છે.

(૭) પછાતપણા માટેનું સૌથી અગત્યનું કારણ શિક્ષણ અંગે લોકોમાં પ્રવર્તતા વિચારો છે. સામાન્ય રીતે શિક્ષા પ્રાપ્તિનો હેતુ કરી મેળવવાનો હોય છે જે તદ્દન ખોટું છે. શિક્ષણના સાચા હેતુથી વાકેફ કરાવવાની જવાબદારી મિલ્લતના નેતાઓ અને દીની સંસ્થાઓએ અદા કરવી જેઈએ. આ માટે ઘેરઘેર ઝુંબેશ ચલાવવી જોઈએ.

શૈક્ષણિક સમસ્યાનો ઉકેલ લાવવા માટેના કેટલાક વ્યાવહારિક સૂચનોઃ શિક્ષણમા ંસુધારાની પ્રક્રિયાની દિશાનો પ્રવાસ સતત અને તબક્કાવાર છે. દેશમાં મુસ્લિમોની આધુનિક શિક્ષણની સંસ્થાઓ જેમ કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, જામિઅહ મિલ્લિયહ ઇસ્લામિયહ અને મૌલાના જૌહર યુનિવર્સિટીનું અસ્તિત્વ આશાનું એક કિરણ છે.આ સંદર્ભમાં કેટલાક સૂચનો જોઈએઃ

(૧) મુસ્લિમોમાં શિક્ષણ અંગે જાગૃતિ કેળવવી જોઈએ. રોજગારની વિવિધ તકો અંગે પ્રકાશ પાડવો જોઈએ .સ્વરોજગાર-Self-Employment-ની યોજનાઓ અને તેના કારણે આર્થિક સુખાકારી બાબતે પણ સભાનતા વધારવી જોઈએ.

(૨)ઈ.સ.૧૮૫૭ પહેલાં મુસ્લિમોને સરકારી નોકરીઓ મેળવવા માટે અમુક આરક્ષણ આપવામાં આવ્યા હતાં જે ત્યાર પછી પાછા લઈ લેવામાં આવ્યાં. મુસ્લિમો સરકારી નોકરીઓ મેળવી શકે તે માટે ભારત સરકારે નીતિ અને કાર્યક્મો અમલમાં મૂકવા જોઈએ.

(૩)ગરીબ અને વંચિત મુસલમાનો માટે સરકારી પ્રોત્સાહનો અને શિષ્યવૃત્તિઓ પણ આપવી આવશ્યક છે.

(૪) મુસ્લિમોને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને પ્રીમિયર ઇન્સ્ટીટયુટ(IIM, IIT)માં આરક્ષણ આપવું જોઈએ .આવી જ રીતે ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ કરવાની અને ઓછી કીમતે શિક્ષણ પૂરૂં પાડવાની જવાબદારી સરકારની છે.

આ સૂચનો સરકાર માટે છે.જે સરકાર આ સસૂચનોને અમલમાં ન મૂકે તો નીચેના સૂચનો મિલ્લત તરીકે આપણે પોતે અમલમાં મૂકી શકીએ છીએઃ

(૧)મદ્રસા અને મક્તબમાં આધુનિક શિક્ષણ પણ મળી રહે એ સુનિશ્ચિત કરવું જોઈએ. વધુમાં પ્રોફેશનલ શિક્ષણ આપવાની વ્યવસ્થા પણ કરવી જોઈએ.

(૨) મુસ્લિમ વિસ્તારની શાળાઓને વધુ સારી બનાવવી અને ત્યાં ઞુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં પ્રગતિ થાય એની  જવાબદારી સંસ્થાઓ, સંગઠનો અને શિક્ષકો દરેકની છે. આ ઉપરાંત શાળાઓમાં મનોરંજનના સાધનો પણ વસાવવા જોઈએ જેથી બાળકો ભણવામાં રસ લેતા થાય.

બાળકોના વાલીઓ શિક્ષણ પ્રત્યે લોકોના વિચારોમા ંપરિવર્તન લાવવા પ્રયત્નશીલ રહે એ તેમની જવાબદારી છે. તેમણે લોકોને સમજાવવા જોઈએ કે શિક્ષણ મેળવવાનો હેતુ નોકરી મેળવવાનો નથી બલકે જીવન વિષે સમજ કેળવવાનો છે.ઇલ્મ-વિદ્યા પ્રકાશ છે. તાલીમ પ્રાપ્ત કરવાનો અર્થ પ્રકાશ મેળવવાનો છે. અને બીજાને તાલીમ પ્રાપ્ત કરવા  પ્રેરણા આપવાનો અર્થ દુનિયામાં પ્રકાશ ફેલાવવાનો છે. મિલ્લતમાં જાગૃતિ લાવવા માટ ેમિલ્લતના નેતાઓ, ઇમામો, ખતીબો તમામે પ્રયત્ન કરવાના રહેશે. આમ થશે તો જ વિચારોમાં પરિવર્તન આવશે અને

પરિસ્થિતિમાં પણ  પરિવર્તન થશે

ખુદાને આજતક ઉસ કૌમ કી હાલત નહીં બદલી

ન હો જિસ કૌમ કો ખ્યાલ આપ અપની હાલત બદલને કા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here