મૌલાના મસઉદ આલમ નદવી

0
273

ગતાંકથી ચાલું…

તંત્રીથી કેટલોગ (સૂચિપત્ર) તૈયાર કરનાર સુધી ઃ મસ્‌ઊદ આલમ નદવીથી અરબી સાહિત્યની ડિગ્રી હાસલ ક\ ચૂક્યા હતા, તેમ છતાં તેમને જાણવા મળ્યું કે સૈયદ સુલૈમાન નદવીની વિનંતીથી આરબથી શૈખ તકીયુદ્દીન હિલાલી, જેઓ ‘સર્ફ’ તથા ‘નહ્‌વ’માં સનદનો દરજ્જા ધરાવતા હતા, નદ્વામાં અરબીના ઉસ્તાદ તરીકે આવી રહ્યા છે તો તેમણે કોલેજના અભ્યાસનો ઇરાદો છોડી દીધો અને નદવા જઈને શૈખનું શીષ્યપણું અપનાવી લીધું. મે, ૧૯૩૨માં અરબી માસિલ “અલ-ઝિયા” ચાલું થયું, જેના તંત્રી પદ માટે સૈયદ સુલેમાન નદવી અને તકીયુદ્દીન હિલાલીએ મૌલાના મસ્‌ઊદ આલમ નવદીને પસંદ કર્યા. પત્થરથી (ન્ૈંર્રખ્તટ્ઠિpરઅ)થી છપાનાર અને સાધારણ દેખાતો આ મેગેઝીન ભાષાની ખરાઈ અને ઉચ્ચ સ્તરની સાથે સાથે લેખોના ઊંડાણ કે ગહનતાના કારણે ખૂબ જ લોકપ્રિય થયો. આરબ દેશોમાં “અલ-ઝિયા” અને તેના નવા ઊગતા તંત્રીની બોલ-બાળા થવા લાગી. “અલ-ઝિયા” ચાર વર્ષ સુધી પૂરા જાર-શોરથી ચાલુ રહ્યા બાદ નદ્‌વાના વ્યવસ્થાપકોના પ્રકોપનો ભોગ બન્યો. ઇ.સ. ૧૯૩૪માં તેને બંધ કરી દેવામાં આવ્યો. તેને પોતાના બળે ચાલુ રાખવાની મસ્‌ઊદ આલમ નદવી હવે માત્ર ઇતિહાસ તથા સાહિત્યના એક શિક્ષણ બનીને રહેવા લાગ્યા.

                નદ્‌વાના વ્યવસ્થાપકોની નીતિઓ નદ્‌વાના શુભેચ્છકોને માફક આવતી ન હતી. “અલ-ઝિયા”ને બંધ કરવો અભ્યાસ ક્રમમાંથી અંગ્રેજીને હટાવવાનો પ્રયાસ અને અન્ય મન-માની કાર્યવાહીઓનું પરિણામ ઇ.સ. ૧૯૩૫ની વિદ્યાર્થી હડતાળના રૂપમાં આવ્યું. આ “વિદ્રોહ” નિષ્ફળ નીવડ્યો અને વ્યવસ્થાપકોનો ગુસ્સો ત્રણ વિદ્યાર્થીઓ અને એક શિક્ષણ પર ઊતર્યો કે જેમનું મદ્રસામાંથી નિષ્કાષન થઈ ગયું. મસ્‌ઊદ નદવીને નદ્‌વાના સંકુળથી બહાર રહેવાનો આદએશ થયો. આ ગંદી રાજ-રમતથી તેમનું હૃદય વ્યથિત થતું રહ્યું. અંતે વ્યથિત હૃદયે જૂન ૧૯૩૭ના રોજ તેમણે ત્રણ મહિનાની રજા લીધી અને બિજનૌર થઈને “મદીના”ના તંત્રીપદથી જાડાઈ ગયા. આ વિશુદ્ધ પત્રકારત્વ-જીવન તેમની રુચિ ઉપર ભારરૂપ હતું. સૈયદ સુલૈમાન નદવીના આદેશ પર ફરીથી નદવા આવ્યા, પરંતુ ડિસેમ્બર ૧૯૩૭માં તેમના ઇરાદાથી “ખુદા બક્ષ લાયબ્રેરી” પટનામાં કેટેલોગ (સૂચિપત્ર) તૈયાર કરનાર તરીકેની નોકરી અપનાવી લીધી.

                લાયબ્રેરીના ખુલ્લા-સ્વતંત્ર વાતાવરણમાં તેમની ઇલ્મી ખૂબીઓ ખુલીને બહાર આવવાનો મોકો મળ્યો. એ જમાનામાં તે કેરોના “અલ-ફત્હ”નામના મેગેઝીનના કાયમી લેખક તરીકે રહ્યા. “મઆરિફ”માં પણ તેમના કેટલાય લેખો પ્રકાશિત થયા. તેમાં શકીબ અર્સલાનના પુસ્તકના ખુલાસાથી લઈને સામ્રાજ્યવાદ તેમજ ઇસ્લામ ઉપર લાંબી ચર્ચાઓ સામેલ છે. નદ્‌વાના સુધાર માટે તેઓ પોતાની શÂક્ત મુજબ પ્રયત્નો કરતાં રહ્યાં. ઇ.સ. ૧૯૩૮માં “ઓલ્ડ સ્ટૂડન્ટ યુનિયન”નો પાયો મૂક્યો. પટનામાં નવજવાનોમાં દા’વત તથા સુધારણાનું કામ પણ કરી રહ્યા હતા. અરબી ભાષા શીખવા માટે જાહેર નિમંત્રણ આપી રાખ્યું હતું. મુહમ્મદ બિન અબ્દુલ વહ્‌હાબ ઃ એક મજલૂમ તથા બદનામ સુધારણ અને ભારતની પ્રથમ ઇસ્લામી વળવળ વિ. અજાડ કૃતિ એ જ જમાનાની યાદગાર છે. (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here