રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ( NEP ર૦૧૯) શિક્ષણનું વ્યવસાયી કરણ નહીં બલ્કે તે વિકેન્દ્રીકૃત અને બંધારણીય હોવું જાઈએ.

0
690

આપણા દેશની શિક્ષણ પ્રણાલી ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહી છે તે શિક્ષણની પહોંચમાં અડચણ, ગુણવત્તાની ખમામી, માનવ-સન્માનથી  ખામી હોવું અને અનૈતિકતા જેવી મોટી સમસ્યાઓ મુખ્ય છે. જ્યારે કે આપણે દાવો કરીએ છીએ કે આપણે મફત તેમજ ગુણવત્તાયુકત શિક્ષણ બધા સુધી પહોંચાડીશું. પરંતુ વાસ્તવમાં આવું થતું નથી. આથી શિક્ષણની નીતિઓમાં ફેરફારની જરૂરત છે.

જૂન માસમાં ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ર૦૧૯’ને રજૂ કરવામાં આવી અને દેશવાસીઓ પાસેથી સૂચનો માગવામાં આવ્યા હતા, જેથી બધા સૂચનોને ધ્યાનમાં લઈ એવી શિક્ષણ નીતિ  બનાવવામાં આવે જે સફળ તેમજ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે.

આ માટે એસઆઈઓ (સ્ટુડન્ટસ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન) ઓફ ઇન્ડિયાએ સરકારને સૂચનો આપવાનો નિર્ણય કર્યો અને નીચે મુજબના સૂચનો ‘HRD’ મંત્રાલયમાં જમા કરાવ્યા

૧. શિક્ષણ નીતિ ડ્રાફટમાં અવારનવાર વિવિધ જગ્યાએ ભારતની પ્રાચીન વૈદિક શિક્ષણ પ્રણાલીનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જે કંઈ ધર્મ કે જ્ઞાતિઓ માટે જ શિક્ષણની સુલભતાને મર્યાદિત રાખવાનું અને અન્ય જ્ઞાતિઓને તેનાથી વંચિત રાખવાનું મોડેલ હતી. તેથી આ નીતિને કોઈપણ ધર્મ અથવા ચોક્કસ જાતિના પ્રતિનિધિ તરીકે ભારતના વારસાને સમર્પિત કરવાથી દૂર રાખવું જાઈએ. જે નીતિ ભારતીય જ્ઞાન પ્રણાલીને પ્રોત્સાહન આપવા ઈચ્છતી હોય તો, તેમા વિવિધ ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સમુદાયોના બધા યોગદાનને સમાવી લેવું જાઈએે જે ભારતીય જ્ઞાન પરંપરાના અભિન્ન અંગ છે.

ર. આરટીઆઈના અધિનિયમને સંપૂર્ણ રીતે કાર્યાન્વિત કરવું જાઈએ.

૩. આ ડ્રાફટમાં હિંદી, સંસ્કૃત અને અને ક્ષેત્રિય ભાષા પર ખાસ ધ્યાન આપવાની વાત કહેવામાં આવી છે અને તેને બધા જ નાગરિકો પર લાગુ કરવા ગેરબંધારણીય કાર્ય છે. નીતિમાં બે ભાષાની ફોર્મ્યુલા હોવી જાઈએ. માતૃભાષા અને અંગ્રેજી, અને તેની સાથે બંધારણની કલમ ર૯(૧), ૩પ૦એ અને ૩પ૦ બી મુજબ વિદ્યાર્થીઓ માટે ધાર્મિક અથવા સાંસ્કૃતિક મહત્વની ત્રીજી ભાષાનો અભ્યાસ કરવાનો વિકલ્પ હોવો જાઈએ.

૪. ડ્રાફટ અનુસાર RSA, NTA, NRF,  વગેરે જેવી સૂચિત કેન્દ્રીય સંસ્થાઓને એક જ સંચાલક  બોડી હેઠળ લાવવી ભારતીય સંઘના સંઘીય માળખા વિરુદ્ધ છે. કેન્દ્રીય સંસ્થાઓને આ રીતે એક સંચાલક બોડી હેઠળ લાવવાથી તેઓ અનિવાર્યપણે શાસક પક્ષોના રાજકીય સ્વાર્થના શિકાર બનશે. બંધારણના ૪રમા સંશોધન મુજબ શિક્ષણ એ રાજ્ય સૂચિ અને સમયવર્તી સૂચિમાં સામેલ છે. અને તેથી આવી કેન્દ્રીય સંસ્થાઓનું સંચાલન બંધારણનું ઉલ્લંઘન છે.

પ. નવી શિક્ષણ નીતિથી એવું લાગે છે કે શિક્ષણના વ્યવસાયીકરણના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે, જેના લીધે ડોનેશન, વધતી ફી જેવી સમસ્યાઓ વધી જશે. આ માટે નિયમિતિકરણ હોવું જાઈએ જેથી દરેક ખાનગી સંસ્થાનો પર પણ કંટ્રોલ કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here