ર૯. સૂરઃ અન્કબૂત

0
257

“… પરંતુ કયામતના દિવસે તમે એકબીજાનો ઇનકાર અને એકબીજા ઉપર ફિટકાર કરશો૪૩ અને આગ તમારું ઠેકાણું હશે અને કોઈ તમારો મદદગાર નહીં હોય.” તે વખતે લૂતે તેને માન્યો..૪૪

(૪૧) સંબોધનના ક્રમ ઉપરથી સમજાય છે કે આ વાત આગમાંથી સલામતીપૂર્વક નીકળઈ ગયા પછી હઝરત ઇબ્રાહીમ અ.સ.એ લોકોને કહી હશે.

(૪૨) એટલે કે તમે ખુદાપરસ્તીના બદલે મૂર્તિપૂજાના આધારે તમારા સામાજિક જીવનની રચના કરી લીધી છે જે દુનિયાના જીવન સુધી તમારી કોમી એક્તાને અકબંધ રાખી શકે છે. એટલા માટે અહીં કોઈ પણ માન્યતા ઉપર પણ લોકો ભેગાં થઈ શકે છે, ચાહે સત્ય હોય કે અસત્ય અને દરેક સહમતી અને સંગઠન, ભલે તે ગમે તેવી મિથ્યા માન્યતા ઉપર આધારિત હોય, પરસ્પર મિત્રાચારી, સગપણો, બિરાદરીઓ અને બીજાં તમામ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક તથા આર્થિક અને રાજકીય સંબંધોની સ્થાપનાનું માધ્યમ બની શકે છે.

(૪૩) એટલે કે ખોટી માન્યતા ઉપર રચાયેલું તમારૂં આ સંગઠન આખિરતમાં અકબંધ રહી શખતું નથી. ત્યાં પરસ્પરની મિત્રાચારી, પ્રમ, સહયોગ, સગપણ અને માન્યતા અને શ્રદ્ધાના માત્ર એ જ સંબંધો સલામત રહી શકે છે જે દુનિયામાં એક ખુદાની બંદગી અને સત્કર્મ તથા સંયમ ઉપર કાયમ થયેલાં હોય. કુફ્ર અને શિર્ક તથા ગુમરાહી અને બદરાહીના આધારે જાડાયેલાં તમામ સંબંધો ત્યાં કપાઈ જશે, બધાં જ પ્રેમ સંબંધો દુશઅમનાવટમાં ફેરવાઈ જશે, બધી જ માન્યતાઓ ઘૃણામાં તબદીલ થી જશે. પુત્ર અને પિતા, પતિ અને પત્ની, પીર અને મૂરીદ, બધાં જ એકબીજા ઉપર લાનત મોકલશે. અને દરેક તેની ગુમરાહીની જવાબદારી બીજાના માથે નાખી પોકારશે કે આ જાલિમે તો મને બરબાદ કરી દીધો એટલા માટે તેને બમણી સજા આપવામાં આવે. આ વાત કુઆર્નમજીદમાં અનેક જગ્યાએ કહેવામાં આવી છે. દા.ત. સૂરઃઝુખરુફમાં “મિત્રો એ દિવસે એકબીજાના શત્રુ બની જશે, સિવાય કે સંયમી” (આયત ૬૭). સૂર આ’રાફમાં કહેવામાં આવ્યું “દરેક જૂથ જ્યારે જહન્નમમાં દાખલ થશે ત્યારે તે તેની પાસેના જૂથ ઉપરલાનત કરતો કરતો દાખલ થશે એટલે સુધી કે જ્યારે બધઆ ત્યાં ભેગાં જઈ જશે ત્યારે  દરેક પછીનું જૂથ આગળના જૂથ માટે કહેશે કે હે અમારા માલિક, આ લોકો હતાં જેમણે અમને ગુમરાહ કર્યા, એટલા માટે આમને આગની બમણી સજા આપ.” (આયત ૩૮) અને સૂરઃઅહ્‌ઝાબમાં કહ્યું “અને તે કહેશે કે હે અમારા માલિક, અમે અમારા આગેવાનો અને વડીલોનું આજ્ઞાપાલન કર્યું અને તેમણે અમને સીધા રસ્તેથી ખોટા રસ્તે ચઢાવી દીધાં, હે અમારા માલિક, તું તેમને બમણી સજા આપ અને તેમની ઉપર ભારે ફિટકાર કર.” (આયત ૬૭-૬૮)

(૪૪) આયતોના ક્રમ ઉપરથી જાહેર થાય છે કે જ્યારે હઝરત

ઇબ્રાહીમ અ.સ. આગમાંથી બહાર નીકળી આવ્યાં અને તેમણએ ઉપરના શબ્દો કહ્યાં તે વખતે સમસ્ત મેદનીમાં માત્ર એક હઝરત લૂત અ.સ. હતાં જેમણે આગળ આવી તેમને માનવાની અને તેમનું અનુસરણ અપનાવવાની જાહેરાત કરી. શક્ય છે કે આ પ્રસંગે બીજા ઘણાં લોકો પણ તેમના મનમાં હઝરત ઇબ્રાહીમ અ.સ.ની સચ્ચાઈને માની ગયાં હશે. પરંતુ સમસ્ત કોમ અને રાજ્ય તરફથી દીને ઇબ્રાહીમીમી વિરુદ્ધ જે ગુસ્સાની લાગણીનું પ્રદર્શન એ વખતે સૌની નજરો સામે થયું હતું તેને જાતાં કોઈ બીજા મામસ આવા ખતરનાક સત્યને માનવાની અને તેનો સાથ આપવાની હિંમત ન કરી શક્યો. આ સદ્‌ભાગ્ય ફકત્ય એક જ માણસના હિસ્સામાં આવ્યું અને તે હતાં હઝરત ઇબ્રાહીમ અ.સ.ના ભત્રીજા હઝરત લૂત અ.સ. જેમણે છેવટે હિજરતમાં પણ તેમના કાકા અને કાકી (હઝરત સારાહ અ.સ.)નો સાથ આપ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here