ર૯. સૂરઃ અન્‌કબૂત

0
249

જે લોકોએ અલ્લાહની આયતોને અને તેની સાથે મુલાકાતનો ઇનકાર કર્યો છે તે મારી કૃપાથી નિરાશ થઈ ગયાં છે,  અને તેમના માટે પીડાકારી સજા છે

૫છી૩૭ ઈબ્રાહીમની કોમનો જવાબ આ સિવાય કંઈ ન હતો કે તેમણે કહ્યું  ‘કતલ કરી દો આને અથવા બાળી મૂકો આને.’૩૮ અંતે અલ્લહે તેને આગમાંથી બચાવી લીધો.૩૯ નિઃશંક આમાં નિશાનીઓ છે. એ લોકો માટે જે ઈમાન લાવનારાં છે.૪૦ અને તેણે કહ્યું ૪૧ ‘તમે દુનિયાના જીવનમાં તો અલ્લાહને છોડી મૂર્તિઓને તમારી વચ્ચે પ્રેમનું સાધન બનજાવી લીધી છે૪ર

(૩૭) અહીંથી ફરી વાતનો સિલસિલો હઝરત ઇબ્રાહીમ અ.સ.ના કિસ્સા તરફ વળે છે.

(૩૮) એટલે કે હઝરત ઈબ્રાહ અ.સ.ની તાર્કિક દલીલોનો કોઈ જવાબ તેમની પાસે ન હતો. તેમનો જવાબ જા કોઈ હતો તે આ હતોકે કાપી નાખો એ જીભ જે સત્ય વાત કહે છે અને જીવવા ન દો એ માણસને જે અમારી ભૂલ અમારી સામે સ્પષ્ટ કરે છે અને અમને તેનાથી બાજ આવવા માટે કહે છે.‘કતલ કરી નાખો અથવા મારી નાખવામાં આવે, અલબત્ત મારી નાખવાની રીતમાં મતભેદ હતો. કેટલાક લોકોનો મત આ હતો કે કતલ કરી નાખવામાં આવે, અને કેટલાકનો મત આ હતો કે જીવતો બાળી મૂકવામાં આવે જેથી એ દરેક માણસને પદાર્થપાઠ મળે જેને ભવિષ્યમાં કયારેય અમારી ભૂમિમાં સત્ય બોલવાનું ગાંડપણ વળગી જાય.

(૩૯) આ કથન ઉપરથી આપોઆપ આ વાત નીકળે છે કે આ લોકોએ આખરે હઝરત ઇબ્રાહીમ અ.સ.ને બાળી મૂકવાનો ફેંસલો કર્યો હતો અને તેમને આગમાં ફેંકી દેવામાં આવ્યાહ તા. અહીં વાત ફકત આટલી જ કહેવામાં આવી છે કે અલ્લાહતઆલાએ તેમને આગમાંથી બચાવી લીધા. પરંતુ સૂરઃ અંબિયામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આગ અલ્લાહતઆલાના હુકમથી હઝરત ઇબ્રાહીમ અ.સ. માટે ઠંડી અને હાનિરહિત થઈ ગઈ, ‘અમે કહ્યું કે હે આગ ઠંડી થઈ જા અને સલામતી બની જા ઈબ્રાહીમ ઉપર.’ સ્પષ્ટ છે કે જા તમેને આગમાં ફેંકવામાં જ આવ્યા ન હોત તો આગને આ હુકમ આપવાનો કોઈ અર્થ નથી કે ‘તું તેમની ઉપર ઠંડી થઈ જા અને તેમના માટે સલામતી બની જા.’ આના ઉપરથી આ વાત સ્પષ્ટપણે પુરવાર થાય છે કે તમામ ચીજવસ્તુઓના લક્ષણો અલ્લાહતઆલાના હુકમો ઉપર અવલંબે છે, અને તે જે વખતે જે વસ્તુના લક્ષણને ચાહે બદલી શકે છે. સામાન્ય નિયમ મુજબ આગનું કામ આ જ છે કે તે બાળે અને દરેક આગ પકડતી વસ્તુ તેમાં પડી બળી જાય. પરંતુ આગનો આ સામાન્ય નિયમ તેનો પોતાનો ઠેરાવેલો નથી બલકે ખુદાએ નક્કી કરેલો છે. અને આ નિયમે અલ્લાહને બાંધી દીધો નથી કે તે તેની વિરુદ્ધ કોઈ હુકમ ન આપી શકે. તે તેની આગનો માલિક છે. ગમે ત્યારે તે તેને હુકમ આપી શકે છે કે તે બાળવાનું કામ છોડી દે. ગમે  તે સમયે તે તેના એક ઇશારા વડે અÂગ્નકુંડ ફૂલોના બાગમાં તબદીલ કરી શકે છે. આ અસાધારણ  ચમત્કારો તેને ત્યાં રોજેરોજ નથી થતા, કોઈ મોટી નીતિ અને વ્યૂહ માટે જ થતાં હોય છે. પરંતુ રોજીંદા  કામોને, જેમને દરરોજ આપણે જાવા માટે ટેવાયેલા છીએ, આ વાત માટે કદાપિ દલીલ બનાવી શકાય નહીં કે અલ્લાહતઆલાની કુદરત તેમનાથી બંધાઈ ગયેલી છે અને રાબેતા મુજબ કરતાં ભિન્ન કોઈ ઘટના અલ્લાહતઆલાના હુકમથી પણ થઈ શકતી નથી.

(૪૦) એટલે કે ઈમાનવાળા માટેઅ ા વાતમાં નિશાતનીઓ છે આ વાતમાં કે હઝરત ઇબ્રાહીમ અ.સ.એ કુટુંબ, કોમ અને દેશના ધર્મનું અનુસરણ કરવાને બદલે એ સત્યજ્ઞાનનું અનુસરણ કર્યું જેની રૂએ તેમને જણાઈ ગયું હતું કે શિર્ક અસત્ય છે અને તૌહીદ સત્ય છે. અને આ વાતમાં કે તે કોમના હઠાગ્રહ અને દૃઢ પૂર્વગ્રહની પરવા કર્યા વિના તેને અસત્યથી બાજ આવી જવા અને તસત્યનો સ્વીકાર કરી લેવા માટે અવિરત સંદેશ આપતા રહ્યા અને આ વાતમાં કે તે આગની ભયાનક સજા સહન કરવા માટે તૈયાર થઈ ગયા પરંતુ સત્યથી વિમુખ થવા માટે તૈયાર ન થાય અને આ વાતમાં કે અલ્લાહતઆલાએ ઈબ્રાહીમ ખલીલુલ્લાહ અ.સ. સુદ્ધાંને અજમાયશોમાંથી પસાર કર્યા વિના ન રાખ્યા. અને આ વાતમાં કે જ્યારે હઝરત ઇબ્રાહીમ અ.સ. અલ્લાહની ઉતારેલી પરીક્ષામાંથી પસાર થઈ ગયા ત્યારે અલ્લાહની મદદ તેમના માટે આવી અને એવી ચમત્કારી રીતે આવી કે આગનો કુંડ તેમના માટે ઠંડો કરી દેવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here