લાંચ-રૂશ્વત અને ભ્રષ્ટાચાર પ્રગતિના માર્ગમાં સૌથી મોટો અવરોધ

0
176

ર૦૧૧નું વર્ષ આપણા માનસમાં હજુ તાજું છે, તે વિરોધ પ્રદર્શનને આપણે ભૂલી શકતા નથી. જ્યારે
અન્ના હજારેએ લાંચ-રૂશ્વત, ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચળવળ શરૂ કરી. આ અભિયાનના કારણે જ ર૦૧૪ના લોકસભા ઈલેકશનથી યુપીએ સરકારે સત્તા ગુમાવવી પડી હતી. ખૂબજ જાેરશોર સાથે યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારી હોવાના આરોપ લાગ્યા હતા. મોદીએ મનમોહન સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યું હતું કે જાે તેઓ સત્તામાં આવશે તો દેશને ભ્રષ્ટાચારમુકત કરી દેશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરી દેશે. તેમણે આ મુદ્દાને પોતાની ચૂંટણી પ્રચારનો મહત્ત્વનો
મુદ્દો બનાવ્યો હતો. પરંતુ સાત વર્ષ પછી પણ આપણો દેશ ભ્રષ્ટાચારથી મુકત થવાનું તો દૂર તેમાં સુધારો પણ લાવી શકયો નથી. આનો અર્થ એ છે કે મોદી સરકારના લાંચ-રુશ્વત ને ભ્રષ્ટાચારને ખતમ કરવાના મોટા- મોટા દાવાઓ માત્ર બોગસ અને જુઠ્ઠા જ સાબિત થયા છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો રિપોર્ટ મોદી સરકારની પોલ ખુલ્લી પાડતા કહે છે હજુ પણ ભારત અત્યંત ભ્રષ્ટાચારી દેશ છે. આશ્ચર્ય એ વાતનું છે કે આપણા દેશમાં તમામ સ્તરે લાંચ અને ભ્રષ્ટાચાર
જાેવા મળે છે. બીજા દેશોમાં તો માત્ર ઉપરના સ્તરે જ આ રોગ જાેવા મળે છે, પરંતુ આપણા ત્યાં તમામ સ્તરે આ ફેલાઈ ગયો છે. ત્યાં સુધી કે કોઈ ગરીબે પણ રાશન લેવા કે ડ્રાઈવીંગ લાયસન્સ લેવા કે લારી લઈને ઉભા રહેવા માટે પણ લાંચ આપવી પડે છે. જાણે આ જીવનનું ચલણ બની
ગયું છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ એક એવી આંતરરાષ્ટ્રીયસંથા છે જે ભ્રષ્ટાચાર કે લાંચ-રૂશ્વતને નષ્ટ કરવા માટે ૧૦૦ ઉપરાંત દેશોમાં કામ કરે છે. તેના રિપોર્ટ મુજબ લાંચ-રૂશ્વતમાં તમામ એશિયન દેશોમાં ભારત નંબર એક પર છે. લાંચ-રૂશ્વત ખરેખર શું છે ? જાે કોઈ વ્યક્તિ તેને સોંપવામાં આવેલ ફરજને બજાવવામાં કસૂર કરે છે અને તે કામ કરવા માટે રકમની માંગણી
કરે છે તો તે લાંચ છે અને લાંચ લેવી ન માત્ર નાજાઈઝ છે બલ્કે કાનૂની ગુનો છે. વાસ્તવમાં ભ્રષ્ટાચાર પરસ્પરના વિશ્વાસને ખતમ કરી દેછે, લોકશાહીને નબળી પાડે છે. આર્થિક પ્રગતિને પ્રભાવિત કરે છે, આસમાનતા અને ગરીબી વધારી દે છે અને સમાજને વિભાજિત કરી નાંખે છે.
આપણા સમાજમાં ભ્રષ્ટાચાર પ્રાચીન જમાનાથી કોઈને કોઈ સ્વરૂપે ચાલતો આવ્યો છે, જે લોકો સાચા સિદ્ધાંતો પર ચાલે છે તેમને આપણા સમાજમાં હેસિયત વગરના સમજવામાં આવે છે અને મૂર્ખ પણ… આપણા દેશમાં ભ્રષ્ટાચાર બ્યુરોક્રેટસ.. રાજકારણીઓ ને ગુનેગારો દરમ્યાન તાલમેલનું
પરિણામ છે. પહેલાં લાંચ ખોટા કામ કરાવવા માટે આપવી પડતી હતી, પરંતુ હવે સમયસર ખરા કામ કરાવવા હોય તો પણ આપવી પડે છે. મજાની વાત તો એ છે કે ભ્રષ્ટાચાર કે લાંચને હવે લાંછન સમજવામાં આવતું નથી. બલ્કે હવે તો આ વહેવાર બની ગયો છે કે આ તો આપવી જ પડે. આમાં ખોટું શું છે ? કેમ કે હવે આ વેપારમાં સજ્જનો પણ સામેલ થઈ ગયા છે. લાંચ અને ભ્રષ્ટાચારના અનેક સ્વરૂપો જાેવા મળે છે. જેમ કે સરકારી કર્મચારીઓ દ્વારા પોતાની સેવાના બદલામાં પૈસાકે અન્ય ચીજવસ્તુઓની માગણી કરવી, રાજકારણીઓ પ્રજાના નાણાંનો ખોટો
ઉપયોગ કરવો અથવા સરકારી નોકરીઓ અપાવવા ધાંધલી કરવી અથવા પોતાના સગાઓને અપાવી દેવી, કોર્પોરેટ સેકટર પોતાના ટેન્ડરો પાસ કરવા વહીવટીતંત્રને મોટી લાંચ આપે. બિલ્ડરો જમીનના એન.એ. કરાવવા કે પ્લાન પાસ કરવા વહીવટીતંત્રને મોટી લાંચ આપે વગેરે… તે સિવાય સામાજિક સ્તરે પણ ભ્રષ્ટાચાર આપણા સમાજમાં દૂષણ બની ગયો છે. જેમ કે વિવિધ
બનાવટોના વજન ઓછા કરી નાંખવા. ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરી દેવી, દૂધ અને દવાઓ શુદ્ધાં નકલી બનાવવી વગેરે… આ રીતે ગેરકાનૂની લેન-દેન આપણા સમાજમાં તદ્દન સામાન્ય બની ગઈ છે, અને સમાજને ઉધઈની જેમ ચાટી રહી છે. અરે… તદ્દન નાની બાબતોમાં પણ લોકો નિર્લજ્જ થઈને પૈસા માંગે છે. જાણે હવે આ સ્વભાવ બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here