
નવી દિલ્હી, જમાઅત-એ-ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સા’દતુલ્લાહ હુસૈનીએ દેશમાં વધતા જતા સાંપ્રદાયિક ધ્રુવીકરણનો સામનો કરવા માટે શાંતિ અને સાંપ્રદાયિક સુમેળને પ્રોત્સાહન આપવા લોકો-આંદોલન કરવાની હાકલ કરી છે. તેમણે શનિવારે અહીં ત્નૈંૐના મુખ્ય મથક ખાતે મીડિયા કર્મીઓને સંબોધિત કરતી વખતે તેમની ટિપ્પણી કરી હતી. તાજેતરની ટિપ્પણી કે ‘હિંદુઓ સ્વભાવથી દેશભકત છે.’ એ અંગેના પ્રશ્નના જવાબમાં સા’દતુલ્લાહ હુસૈનીએ કહ્યું, ‘સાંપ્રદાયિક પ્રિઝમ દ્વારા વસ્તુઓ તરફ જાેવું યોગ્ય નથી. બધા સમુદાયોમાં સારા અને ખરાબ લોકો છે. નફરત અને ભાગલાનું વાતાવરણ બનાવવું દેશ માટે નુકસાનકારક છે. ધ્રુવીકરણના આ પ્રવચનને નકારવાની જરૂર છે.‘ત્નૈંૐ’ વડાએ કહ્યું, લોકો નાગરિક સમાજ, સમાજ, સામાજિક સંસ્થાઓએ હાથ મિલાવીને પ્રેમ, સહિષ્ણુતા અને સુમેળ સાથે આ વધતા ધ્રુવીકરણનો સામનો કરવો પડશે. જમાઅતે ઇસ્લામી હિંદ આ વધતા જતા જાેખમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને અમે સાંપ્રદાયિક દ્વેષ અને હીંસા સામે સામાજિક અને જાહેર આંદોલન ઉભું કરવા માંગીએ છીએ.’ આંતર ધર્મીય લગ્નો અંગે નવા પસાર થયેલા કાયદા અગે જીઆઈએચના પ્રમુખે કહ્યુંઃ ‘તે ખરેખર ચિંતાની વાત છે કે દેશમાં ધ્રુવીકરણનો પ્રોજેકટ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં એવા કાયદા બનાવવામાં આવે છે જે કોમી ધ્રુવીકરણ પેદા કરે છે.’ અગાઉ ત્નૈંૐના વાઈસ પ્રેસિડેન્ટ પ્રોઃ મુહમ્મદ સલીમ એન્જિનિયર દ્વારા મીડિયાને વિવિધ મુદ્દાઓ અગે માહિતી આપી હતી. તેમણે ર૦ર૦ની વિવિઘ ઘટનાઓ, પત્રકારોની સલામતી માટે ભારતની નીચી રેન્કિંગ અંગેના ‘રિપોર્ટસ વિધાઉટ બોર્ડર્સ’ના અહેવાલ અને ખેતીના કાયદાઓ અને ખેડૂતોના આંદોલન અંગેની જમાઅતના વલણના સંદર્ભમાં વાત કરી હતી. શું કોવિડ રસીની પરવાનગી છે? ત્નૈંૐ શરીઆહ કાઉન્સિલના સેક્રેટરી મૌલાના ડો.રઝીઉલ ઇસ્લામના નદવીએ પણ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું અને કોવિડ રસી લેવાની પરવાનગી અંગેનો કાઉન્સિલનો ફતવ સમજાવ્યો હતો. તેમણે કહ્યું, ‘દવા તરીકે કોઈપણ પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ પ્રતિબંધિત છે. જાે કે, જાે કોઈ પરવાનગી વગરના પદાર્થના ગુણધર્મો અને લાક્ષણિકતાઓ ‘સંપૂર્ણપણે’ અલગ વસ્તુમાં પરિવર્તિત થાય, તો તે સ્વચ્છ અને અનુમતિશીલ માનવામાં આવી શકે છે. ભલે પછી રસીમાં પ્રતિબંધિત પદાર્થો હોય, હલાલ રસીઓની ઉપલબ્ધતા ન હોવાના કિસ્સામાં, ગંભીર અને કટોકટીની પરિસ્થિતિમાં માનવ જીવનને બચાવવા માટે માન્ય રહેશે.’