વ્યક્તિ ને આતંકવાદી ઠેરવવાની સરકારની સત્તાની સુપ્રીમ કોર્ટમાં પડકાર

0
181
SUPRIME COURT IN NEW DELHI ON MONDAY PICTURE BY PREM SINGH 19 APRIL 2010

નવી દિલ્હી,

આતંકવાદનો સામનો કરવા માટે વપરાતા ‘UAPA’ કાયદામાં હાલમાં જ કરવામાં આવેલ સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ સુધારા દ્વારા સરકારને આ સત્તા મળી ગઈ છે કે તે શંકાના આધારે દેશના કોઈપણ નાગરિકને આતંકવાદી ઠેરવીને જેલમાં નાખી શકે છે, તેની માલ-મિલકતને જપ્ત કરી શકે છે અને સાથે તેના પ્રવાસ ઉપર પણ પ્રતિબંધ મૂકી શકે છે. એટલે કે જેવી રીતે ગેરકાયદેસર ઠેરવવામાં આવેલ સંસ્થા-સંગઠનોની વિરુદ્ધ કાર્યવાહી થાય છે, એવી જ રીતે આતંકવાદી ઠેરવવામાં આવેલ કોઈ વ્યÂક્ત સામે પણ એવી જ કાર્યવાહી કરી શકાય છે.

દિલ્હીના રહેવાસી સજલ અવસ્થીએ આ સુધારાને ભારતીય બંધારણની કલમ-૧૪ (સમાનતા અધિકાર), કલમ-૧પ (અભિવ્યÂક્તની સ્વતંત્રતા) અને કલમ ર૧ (જીવન જીવવાના અધિકાર) હેઠળ આપવામાં આવેલ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ઠેરવતાં ગેરબંધારણીય ઠેરવવાની માગણી કરી છે. અરજદારે દલીલ આપી છે કે આના કારણે સરકારને ‘મનમાની, અમર્યાદિત અને અસીમ સત્તાઓ’ પ્રાપ્ત થઈ ગયેલ છે, જેના કારણે નાગરિકના ઇજ્જતભેર જીવન વ્યતીત કરવાના, સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય વ્યકત કરવા અને મતભેદ વ્યકત કરવાનો હક્ક પ્રભાવિત થશે. અરજદારના જણાવ્યા મુજબ આના પર આશ્ચ્ર્‌ય આ વાતનો છે કે આ સંદર્ભે સરકારી મશીનરી દ્વારા ભરવામાં આવેલા ખોટા પગલાઓને ખોટા પુરવાર કરવાની જવબદારી સ્વયં પીડિત વ્યÂક્તની રહેશે. જ્યારે કે હોવું આ જાઈએ કે અગાઉ કે હંમેશની જેમ ફરિયાદી અર્થાત્‌ સરકમારી મશીનરીએ પોતે ભરેલા એ ખોટા પગલાઓને ખરા પુરવાર કરવાની જવાબદારી નિભાવવી જાઈએ. આ આધારે અવસ્થીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ‘UAPA’ ના સેકશન-૩પ અને ૩૬માં થયેલ સુધારાને રદ કરવાની માગણ કરી છે. ગુનો પુરવાર થતાં પહેલાં જ કોઈ વ્યક્તિને ‘આતંકવાદી’ ઠેરવવાની સત્તા આપતાં આ કાયદાને સજલ અવસ્થીએ લોકશાહી માટે પણ ખતરનાક ઠેરવ્યો છે. અહીં આ યાદ રહે કે આ પહેલા ‘UAPA’ ના સેકશન ૩પ અને ૩૬ની રૂએ ફકત કોઈ સંસ્થા-સંગઠન જ આતંકવાદી ઠેરવી શકાતી હતી. નવા સુધારા દ્વારા આ સ્પષ્ટ નથી કે કયા આધારો પર કોઈ વ્યÂક્તને આતંકવાદી ઠેરવવામાં આવશે.

સત્તાના નશામાં ચકચૂર લોકોએ નાગરિકોના આવા મૂળભૂત અધિકારો વિશે કાંઈ પણ કરતાં પહેલાં એકવાર નહીં, દસ વાર નહીં, સો વાર નહીં બલ્કે હજાર વાર વિચારવું જાઈએ. કારણ કે ભૂતકાળમાં ‘ટાડા’ અને ‘પોટા’ જેવા કાયદાઓને વિરોધીઓ સામે દુરુપયોગ થયાનું પુરવાર થઈ ચૂકયું છે, અને પરિણામે તેમને રદ કરવા પડયા છે. આ વખતે પણ આવું કરતાં પહેલાં સમજી વિચારીને કરવાની જરૂરત હતી; જેથી સરકારને કોર્ટની લપડાકનો સામનો કરવાનો વારો ન આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here