શહીદે કુદસી, મુહમ્મદ મુર્સી

0
244

આટલું કહીને ફોન  મૂકી દીધો અને આ સાંભળી  અને અબ્બુને જાઈ હસવું આવી ગયું. તો તેઓ કહેવા લાગ્યા કે આ લોકો આપણી સાથે ગુલામો જેવું વર્તન કરે છે, હવે ઇજિપ્તને એક સ્વતંત્ર મસ્લિમ દેશ તરીકે  જીવતાં શીખવું પડશે.

એક બાજુ તેઓ વિશ્વની મહાસત્તાના વડા સમક્ષ આટલી હદે સ્વાભિમાની હતા તો બીજી બાજુ પોતાના બિરાદરો અને આમ મસ્લિમો સામે એટલા જ વિનમ્ર સ્વભાવના હતા. જાર્ડના એક નાગરિકનું કહેવું છે કેઃ પ્રમુખ મુહમ્મદ મુર્સીની શહાદત વખતે હું જર્મનીમાં હતો, ત્યાં મેં જાયું કે ફૂલોના એક નાના કેબિનની બહાર તેમનું ચિત્ર લટકાવેલું હતું. મને આશ્ચર્ય થયું અને હું કેબિનમાં ચાલ્યો ગયો. અંદર જઈને જાયું તો એ દુકાનવાળાએ પ્રમુખ મુર્સી સાથે પોતાના અનેક ચિત્રો લટકાવી રાખ્યા હતા. મેં એની વિગતો પૂછી તો એણે જણાવ્યું કે પ્રમુખ મુર્સી જર્મનીની મુલાકાતે આવવાના હતા. મેં તેમની મુલાકાતના એક દિવસ પહેલાં એલચી કચેરીમાં ફોન કરીને કહ્યું કે હું અમુક કેબિનનો માલિક બોલું છું. ઈજિપ્તનો એક ખ્રિસ્તી છું અને પ્રમુખ સાથે એક જરૂરી વાત કરવા માંગું છું. એલચી કચેરીવાળાઓએ મારો નંબર લઈ ફોન મૂકી દીધો. બીજા દિવસે સવારે મેં દુકાન ખોલી તો હું  આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે પ્રમુખ મુર્સી કોઈ પ્રોટોકોલ વિના પોતે મારા કેબિનની બહાર ઉભા હતા અમને જાડે લઈ જઈ બાજુના ચાના સ્ટોલ ઉપર બેસી ગયા અને  પૂછયું કે શા માટે મને યાદ કર્યો ? મેં કહ્યું કે સાચી વાત તો આ છે કે મેં આપના વિજય પછી ઈજિપ્તના કેથોલિક  ખ્રિસ્તીઓ અંગે ચિંતાઓ વધી ગઈ છે. કહેવા લાગ્યા કે વિદેશમાં રહેતા એક ખ્રિસ્તી ભાઈનો સંદેશ મળતા હું પોતે હાજર થઈ ગયો છું. તો પછી ઇજિપ્તની ૧૦ ટકા વસતિ અંગે કઈ રીતે આળસ દાખવી શકું ? બસ ત્યાર પછીથી મુહમ્મ મુર્સી મારા હીરો બની ગયા છે.’

અમેરિકામાં અભ્યાસ દરમ્યાન તેમના રહેણાંક વિસ્તાસરમાં રહેનારા એક સાઉદી મિત્રે જણાવ્યું કે, ‘ અમેરિકી યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યા પછી તેમને એજ  યુનિવર્સિટીમાં અધ્યાપનની નોકરી મળી ગઈ.  તાલીમ દરમ્યાન અને ત્યારબાદ યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા પછી પણ તેઓ પોતાની પત્ની સાથે ફજ્રની નમાઝના સમય પહેલાં મÂસ્જદમાં આવી જતાં. પતિ-પત્ની ભેગા મળી મÂસ્જદના તહારતના રૂમો સહિત મÂસ્જદની સફાઈ કરતા. તહજ્જુદની નમાઝ પઢતા અને ફજ્રની જમાઅત સાથેની નમાઝ પઢયા પછી ઘરે જતા. કયારેક એવું પણ બનતું કે ઇમામ કે મોઅઝિ્ઝન સમયસર પહોંચી ન શકતા તો કુઆર્ન હાફિઝ મુહમ્મદ મુર્સી પોતે જ અઝાન અને ઇમામતની ફરજા અદા કરતા.

શહીદ પ્રમુખને આ વિનમ્રતા પોતાના માતા-પિતા પાસેથી મળી હતી. કસ્બાના તમામ લોકો પરસ્પર તેમના તાંતણે બંધાયેલા હતા. એમના પિતાનું નામ મુહમ્મદ હતું. આ નામ એમને એટલું પ્રિય હતું કે તેમણે પોતાના સૌથી મોટા પુત્રનું નામ પણ મુહમ્મદ જ રાખ્યું એમના તમામ અંગત દસ્તાવેજા અને પ્રમુખ તરીકે ચૂંટાયાની જાહેરાત વખતે પણ જ્યારે એમના આખા નામનો પોકાર કરવામાં આવ્યો તો આ જ  હતોઃ મુહમ્મદ મુર્સી  ઈસા અલ-અયાત.

ઈ.સ.૧૯૯પ અને  ઈ.સ. ર૦૦૦માં થયેલ ચૂંટણીઓમાં  ઇખ્વાન વતી ભાગ લીધો અને હુસ્ની મુબારક સરકારની તમામ પ્રકારની દગાબાજીઓ છતાં એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ઈ.સ. ર૦૦પની ચૂંટણીઓમાં  મુર્સીએ ફરી ભાગ લીધો. તેમને તમામ પક્ષો પૈકી સૌથી વધુ મતો મળ્યા, અને બીજા નંબરે આવનારા  ઉમેદારોના મતોમાં બહુ મોટો તફાવત હતો. પરંતુ હુસ્ની મુબારકના વહીવટીતંત્રે પરિણામો સ્વીકારવાને બદલે આ મતવિસ્તારમાં ફરી ચૂંટણીઓ યોજવામાં આવી અને એમના બદલે એમની સામે હારી ગયેલા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યો. દુનિયાના સૌથી શ્રેષ્ઠ સાંસદનું સન્માન અને મેળવનારા જનાબ મુર્સીનો ગુનો એ હતો કે અગાઉના બે  મુદ્દતમાં એમણે સરકારના મંત્રીઓની કામગીરી અને દેશમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારનો કડક હિસાબ લીધો હતો. ઈ.સ.ર૦૦૪માં એમણે અન્ય પક્ષો સાથે મળી એક રાષ્ટ્રીય  મંચની રચના કરી. જાન્યુઆરી-ર૦૧૧માં જ્યારે ઇજિપ્તની  પ્રજાની અપ્રતિમ કુર્બાનીઓ અને સંઘર્ષના પરિણામે હુસ્ની મુબારકના ૩૦ વર્ષીય શાસનકાળનો અંત આવ્યો તો ડોકટર મુહમ્મદ મુર્સીએ દેશની બીજી ૪૦ રાજકીય પાર્ટીઓને ભેગી કરી ‘ઈજિપ્ત  રાષ્ટ્રીય લોકશાહી જાડાણ’ની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here