શહીદે કુદસી, મુહમ્મદ મુર્સી

0
391

એમની દીની, રાજકીય અને સંસદીય કાબેલિયતની જેમ જ એમની શૈક્ષણિક અને અધ્યાપન ક્ષેત્રની  કાબેલિયત પણ વિખ્યાત હતી. ઈ.સ.૧૯૮પમાં જ્યારે તેઓ ઇજિપ્ત પાછા ફર્યા તો તેઓ અઝુઝકાઝીક યુનિવર્સિટીમાં અધ્યાપન ક્ષેત્રે સેવાઓ આપવા લાગ્યા. એ વખતે એમને અનેક આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓએ સલાહ-મસ્લત અને સંશોધનના વિવિધ પ્રોજેકટોમાં સામેલ થવા નિમંત્રણ પાઠવ્યું હતું. ખુદ અમેરિકાની ખ્યાતનામ ‘નાસા’ National Aeronautics and Spac Administration એ પણ પ્રયોગોમાં એમને સામેલ કર્યા હતા.

 ૩૦ જૂન, ર૦૧રથી ૩ જુલાઈ, ર૦૧૩ સુધીના પોતાના એક વર્ષના  શાસનકાળમાં જે શક્તિઓ પાસે અસલી સત્તા હતી એમના દ્વારા તીવ્ર પ્રતિકારો અને ષડયંત્રોનો પણ એમને મુકાબાલો કરવો પડયો. દેશમાં અચાનક ગેસ અને તેલની કટોકટી ઊભી કરી દેવામાં આવી. આ કૃત્રિમ કટોકટી ઊભી કરવા માટે ઘણીવાર એવું બન્યું કે  તેલ પૂરું પાડતા ટેન્કરોને રણમાં લઈ  જઈ એનું તેલ ઢોળી નાખવામાં આવ્યું. ગેસના સિલિન્ડરનો અને ખાંડનો પુરવઠો મોટામોટા ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવ્યો. એક નિષ્પક્ષ સંશોધક સંસ્થા તરફથી બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ એમના શાસનકાળના એક વરસ દરમ્યાન એમની ઉપર ત્રણવાર જીવલેણ હુમલાઓના કાવતરા પકડી પાડવામાં આવ્યા. તેમના વિરોધમાં આયોજનપૂર્વકની પ્રચાર ઝુંબેશો ચલાવવામાં આવી અને જ્યારે આ તમામ ષડયંત્રોના પરિણામે ઇજિપ્તના ઇતિહાસના એકમાત્ર ચૂંટાયેલા પ્રમુખનો તખ્તો પલટવામાં આવ્યો તો ગણતરીના કલાકોમાં લોડ-શેડિંગ, ગેસ અને પેટ્રોલ પુરવઠા સહિત તમામ સમસ્યાઓનો જાદૂની કોઈ લાકડી વડે ઉકેલ આવવા લાગ્યો. કેટલાક અગ્રણી દેશો તરફથી અબજા ડોલર અને મફત તેલના દાનની બક્ષિશ થવા લાગી. એ વાત જુદી છે કે આ જ સુધી અબજા ડોલરોની ચાલુ રહેલ વર્ષા છર્તાં ઇજિપ્ત સતત વિનાશક અને અને  અવર્ણનીય કમનસીબ પરિસ્થિતિનો ભોગ બનેલ છે.

પ્રમુખ મુર્સીએ પોતાના એક વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર, રાષ્ટ્રીય ખજાનાની લૂંટફાટ અને અત્યાચાર તેમજ બળબજરીના અંત  અને માનવ રક્ષણ માટે એ મૂળભૂત પગલાં લીધા હતા કે જા તેમણે પોતાના પ્રમુખપદનો કાર્યકાળ પૂર્ણ કરી લીધો હોત તો, ઇજિપ્ત  બળવાખોરો અને જુલમ તથા સરમુખત્યારશાહી અને વિનાશ તથા કફોડી પરિસ્થિતિનું પ્રતીક બન્યું, એના બદલે આઝાદી અને સમૃદ્ધિના માર્ગ ઉપર આવ્યું હોત. આ જ એમનો મૂળ અપરાધ હતો. પરંતુ સવિશેષ મૂળ અને વધુ ગંભીર અપરાધ એ હતો કે તેઓ પાડોશમાં આવેલ પ્રથમ કિબ્લાની ભૂમિ ઉપર  ઝિયોનવાદીઓનો કબજા  કોઈ પણ સંજાગોમા સ્વીકારતા ન હતા. ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુની એ વીડિયોક્લિપ તમે આજે પણ સાંભળી શકો છો, જેમાં એ કહી રહ્યા છે કે અમે પ્રમુખ મુર્સીનો સંપર્ક કરી મુદ્દા નક્કી કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે અમારી વાત માનવાનો ઇન્કાર કરી દીધો. પછી અમે ઇજિપ્તના મિત્રો સાથે મળી એની સત્તા પલટી નાખી.’

પ્રમુખ મુર્સીએ પોતાના એક વર્ષના શાસનમાં દેશને  એ બંધારણ આપ્યું હતું જેની તૈયારીમાં કોઈપણ અતિશ્યોક્તિ વિના દેશના તમામ પ્રતિનિધિઓ સામેલ કરવામાં આવ્યા હતા. ૧૦૦ સભ્યોની બંધારણીય પરિષદે એક-એક કલમ ઉપર વિધિવત મતદાન કરાવતાં ર૩૪ કલમો ઉપર આધારિત બંધારણીય મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. ખરેખર સત્તા ભોગવતી શક્તિઓની દેખરેખ હેઠળ તેની વિરુદ્ધ ફરી હોબાળો મચાવવામાં આવ્યો. સર્વોચ્ચ બંધારણીય અદાલતો નવી રચાયેલી રાષ્ટ્રીય એસેમ્બલી પ્રમુખની ચૂંટણી પહેલાં વિખેરી નાખી.

આમાં હવે ષડ્‌યંત્ર-કાવતરું એ હતું કે નવી રચાયેલ સેનેટ ભંગ કરી દેવામાં આવે બલ્કે પ્રમુખની ચૂંટણીને પણ પડકારવામાં આવે અને દેશ અને કોમે આપેલ તમામ કુરબાનીઓ ધૂળ ભેગી કરી દેવામાં આવે. આ પ્રસંગે મુર્સીએ વિવશ થઈ ચાર મુદ્દાનો વટહુકમ બહાર પાડયો જેના સૌથી મહત્વના મુદ્દા બે હતા. લોકોના જનમત દ્વારા બંધારણીય બહાલી સુધી સેનેટ ભંગ નહીં કરી શકાય અને બંધારણની મંજૂરી ન મળે ત્યાં સુધી પ્રમુખના કોઈ નિર્ણયને અદાલતમાં પડકારી શકાય નહીં.

આ જ વટહુકમ ઉપર કેટલાક લોકો પ્રમુખ મુર્સી અને ઇખ્વાનુલ મુસ્લિમીનની સરમુખ્તયારશાહીનો આરોપ મૂકી  જૂઠો પ્રોપેગન્ડા કરતાં રહે છે.  જ્યારે પ્રમુખે બંધારણીય મતાધિકારનો એ અધિકાર આપ્યો હતો કે તે એમની ગેરહાજરીમાં આ વટહુકમની સમીક્ષા કરી જે પણ નિર્ણય કરવો  એ તેમને માન્ય રહેશે. પરિષદે વટહુકમ રદ કરવાની ભલામણ કરી તો પ્રમુખે વટહુકમ રદ કરી દીધો હતો.  શહીદ પ્રમુખના પત્નીએ સાચું જ કહ્યું છે કે દેખીતી રીતે તો પ્રમુખ મુર્સીને છ વર્ષ સુધી એકાંત વાસની કેદ અને અત્યાચારોના લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા, પરંતુ વ્યવહારમાં તેમણે સાત વર્ષ સુધીના જુલમ અને અત્યાચાર સહન કર્યા હતા. શું પ્રમુખપદનું એક વર્ષ પણ જેલનું એક વર્ષ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here