શાંતિ મંત્રણાઓ અને ઉકેલ શોધવા માટે દુનિયામાં વધતા પ્રયત્નો

0
229
silhouette of pigeon dove holding branch in peace sign shape

ભારત- પાકિસ્તાનનું રાજકારણ તથા પત્રકારત્વ ગમે તેટલી વખત અને  વારંવાર આ કહે છે કે બંને દેશોના શાસક તથા રાજકારણીઓ મંત્રણાઓ, પરસ્પરના સંબંધો અને સમસ્યાઓને ઉકેલવા અંગે આજે પણ ત્યાં જ ઊભા છે જ્યાં વર્ષો પહેલાં હતા, પરંતુ આ બંને દેશો વચ્ચે અણુમથકો અને સવલતોની યાદી નવા વર્ષમાં એકબીજાના હાઈ-કમિશ્નર દ્વારા આપ-લેની બાબત સારી આગેકૂચ કહી શકાય. આવી જ રીતે પાકિસ્તાનને ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ-કમિશ્નરને ત્યાં કારાવાસમાં રહેલ ભારતીય કેદીઓની યાદી પણ આપી છે. પ૪ સામાન્ય નાગરિકો  તથા પ૮૩ ભારતીય માછીમારો પાકિસ્તાનમાં કેદ છે. જ્યારે કે ભારતની જેલોમાં ર૪૯ સામાન્ય નાગરિકો અને ૯૮ પાકિસ્તાની માછીમારો કેદ છે. ભારત-પાક અણુમથકો અને સવલતોની યાદીની આપ-લે ૩૧ ડિસેમ્બર ઈ.સ.૧૯૮૮ના કરાર હેઠળ કરવામાં આવી છે જે એકબીજાના અણુમથકો ઉપર હુમલા નહીં કરવા સંબંધિત છે. જ્યારે કે કેદીઓ સંબંધિત માહિતીની આપ-લે ર૧ મે, ર૦૦૮ના કરાર હેઠળ કરવામાં આવી છે. અણુમથકો અને સવલતોની યાદીની આપ-લે દર વર્ષે ૧લી જાન્યુઆરીએ અને કેદીઓની યાદીની આપ-લે વર્ષમાં બે-વાર કરવામાં આવે છે.

આવું જ કંઈક અફઘાનિસ્તાનમાં પણ ચાલી રહ્યું છે ત્યાં પણ મંત્રણાઓ તથા શાંતિ-સ્થાપનાના માર્ગો ખુલી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. આ દિશામાં તા.૧૭મી ડિસેમ્બરે અમેરિકી પ્રતિનિધિ મંડળ તથા તાલિબાનના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણાઓ યોજાઈ હતી. આનું આયોજન પાકિસ્તાન દ્વારા સંયુકત આરબ અમીરાતમાં કરાવાયું હતું. આના માટે અમેરિકાએ લેખિત સ્વરૂપે પાકિસ્તાનને સહાય કરવા અપીલ કરી હતી. ભૂતકાળમાં સંયુકત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલે પણ પાકીસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર મંત્રણાઓ દ્વારા મતભેદો ખતમ કરવા ભાર મૂકયો હતો. જ્યારે કે અફઘાન તાલિબાનના પ્રતિનિધિઓ તથા ઈરાની જવાબદારો વચ્ચે પણ ૩૦મી ડિસેમ્બર ર૦૧૮ના રોજ શાંતિ મંત્રણાઓને આગળ વધારવા તહેરાનમાં મુલાકાત યોજાઈ હતી.

ગયા મહિનાની મધ્યમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં  પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન વચ્ચે ત્રણેય દેશના  વિદેશપ્રધાનોની મંત્રણા થઈ હતી. મંત્રણાની સંયુકત ઘોષણા પણ બહાર પડાઈ હતી. નવા વ”ૂના અવસરે અમેરિકા તથા ચીન વચ્ચે જાવા મળતા તનાવ છતાં એલચીકીય સંબંધોના ૪૦ વર્ષ પૂરા થતાં હવે પરસ્પર સાથ-સહકાર વધારવા માટે નવો સંકલ્પ વ્યકત કર્યો. ઉત્તર કોરિશાના વડાએ પણ નવા વર્ષ પ્રસંગે પોતાના વકતવ્યમાં કહ્યું છે કે તેમને આશા છે કે અણુ શ†ો અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની મંત્રણાઓ ચાલુ રહેશે. તેમણે કહ્યુંં કે તેઓ ગમે ત્યારે અમેરિકી પ્રમુખ સાથે મુલાકાત કરવા તૈયાર છે.

હાલના દિવસોમાં ઈરાન તથા ભારતે તહેરાનમાં પરસ્પર મુલાકાત દ્વારા સંયુકત નાણાકીય મિકેનીઝમ ઘડી કાઢયું છે, અને નવા વ્યાપારિક કરારો કરવા અંગે સહમતી દર્શાવી છે. ઉપરોકત તમામ વિગતો ઉપર નજર નાખતા એક વાત તદ્દન સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે માનવ પ્રકૃતિ શાંતિપ્રિય છે અને આ બાબત માનવતાની પાયાની કે મૂળભૂત જરૂરત છે. આથી જ તમામ તનાવો છતાં સમગ્ર વિશ્વ આ ઈચ્છા કે અનિચ્છાએ એ જ દિશામાં આગળ વધી રહેલ છે. આમાં એ લોકો પણ ગમે તે કારણસર સામેલ થાય છે જેઓ પોતાના દિલોમાં માનવ-હત્યાની લાગણીઓ તથા નફરતની ભાષા બોલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here