સરકારની સરમુખત્યારશાહી અને બહુમતીવાદ ભારતને અંધકાર તરફ લઈ જઈ રહ્યો છેઃરઘુરામ રાજન

0
188

નવી દિલ્હી,

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકાર પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રાજને અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં યોજાયેલ એક વકતવ્યમાં કહ્યું હતું કે, સરકારની તાનાશાહી દેશને અંધકાર અને અનિશ્ચિતતાઓના રસ્તા પર લઈ જઈ રહી છે. સરકારની નીતિઓ ભારતના અર્થતંત્રને લાંબા ગાળાઓની સમસ્યા તરફ ધકેલી રહી છે.

તેમણે કહ્યું કે સરકારના બહુમતીવાદ અને સરમુખત્યારશાહી ભારતને અંધકારમય રસ્તા તરફ લઈ જઈ રહી છે. તેમણે સરકાર પર સંસ્થાનોને નબળી પાડવાનો પણ આરોપ મૂકયો હતો. તેમણે કહ્યું હતું કે, લોકોને ખુશ રાખવા મોદી સરકારની નીતિઓના કારણે ભારત લેટિન અમેરિકન દેશોના રસ્તા પર આગળ વધી રહ્યું છે. દેશના અર્થતંત્રના ધીમા પડી ગયેલા વેગ માટે તેમણે સરકારને જવાબદાર ઠેરવતાં કહ્યું હતું કે, ખોટી  રીતે લાગુ કરાયેલી નોટબંધી અને જીએસટીના કારણે આ સ્થિતિ પેદા થઈ છે. રાજને કહ્યું હતું કે, દેશના આર્થિક વિકાસ દર ઓછો થઈ રહ્યો છે છતાં પણ સરકાર વેલફેર સ્કીમોને આગળ ધપાવી રહી છે. આ માટે સરકાર પર દબાણ છે તે વાત સમજી શકાય તેવી છે પણ આ રીતે સરકાર સતત ખર્ચો કરી શકે નહીં.

ર૦૦પમાં વૈશ્વિક મંખદીની આગાહી કરનારા રઘુરામરાજને કહ્યું હતું કે, ફાઈનાન્સ અને રિયલ એસ્ટેટ સેકટરમાં જે સ્લોડાઉન જાવા મળી રહ્યું છે તે મંદીનો સંકેત છે. જા કે આર્થિક વિકાસને આગળ વધારવામાં સફળતા નથી મળી તે જ બાબત મંદીનું મુખ્ય કારણ છે. સાથેસાથે તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ઈકોનોમીના મોરચે પહેલી ટર્મમાં સંતોષકારક દેખાવ કર્યો નહોતો, તેનું કારણ એ હતું કે, આર્થિક નિર્ણયો લેવા માટે જેમણે નિર્ણય લેવાનો હતો તેમની પાસે ગ્રોથ કેવી રીતે ટકાવી રાખવો તેનું વિઝન  જ ન હતું.

આ પહેલાં ભારતીય રિઝર્વબેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશની રાજકોષીય ખોટના મુદ્દે ચિંતા વ્યકત કરી છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે વધી રહેલી રાજકોષીય ખાદ્ય, એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક છે. બ્રાઉન યુનિવર્સિટીમાં ઓપી જિંદલ લેકચર દરમ્યાન પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને આ ટિપ્પણી કરી. રઘુરામ રાજને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાના ગંભીર સંકટનું કારણ અર્થવ્યવસ્થાના દૃષ્ટિકોણમાં અનિશ્ચિતતા છે. તેમણે કહ્યું કે ગત વર્ષ સુધી સારૂં પ્રદર્શન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં ઉલ્લેખનીય સ્તર પર સુસ્તી આવી છે. વર્ષ ર૦૧૬ના પહેલાં ત્રિમાસિક વિકાસ દર ૯ ટકા રહ્યો હતો. ભારતીય અર્થવ્યવસ્થા સુસ્તીના સમયગાળામાંથી પસાર થઈ રહી છે.

અત્યારના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક વિકાસ દર ૬ વર્ષના નિમ્નસ્તર પ ટકા પર પહોંચી ગયો છે અને બીજા ત્રિમાસિકમાં વિકાસ દર પ.૩ ટકાની આસપાસ રહેવાની આશા છે. તેમણે કહ્યું કે સૌથી મોટી સમસ્યા એ છે કે વિકાસના નવા સાધન શોધવામાં ભારત નિષ્ફળ રહ્યું છે. રઘુરામ રાજને કહ્યું કે ભારતના નાણાકીય સંકટને એક લક્ષણ તરીકે જાવામાં આવી રહ્યું છે, નહીં કે મૂળ કારણ તરીકે.

તેમણે વિકાસના દરમાં ઘટાડા માટે મૂડીરોકાણ, ખપત અને નિકાસમાં સુસ્તી તથા એનબીએફસી ક્ષેત્રના સંકટને જાવાબદાર ગણાવ્યું છે. રઘુરામ રાજને કહ્યું હતું કે, આર્થિક સુસ્તી માટે નોટબંધી અને તેના પછી ઉતાવળે લાગુ કરવામાં આવેલો જીએસટી જવાબદાર છે. જા આ બંને ના હોત તો અર્થવ્યવસ્થાનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ હોત. સરકારે કોઈની સલાહ લીધા વિના જ નોટબંધી સમગ્ર દેશ પર થોપી દીધી.

આ પ્રકારના પરીક્ષણો કરતાં પહેલાં સંપૂર્ણપણે વિચાર-વિમર્શ કરવાની જરૂર હોય છે. નોટબંધીથી લોકોને નુકસાન થયું અને તેને કરવાથી કંઈલ પણ હાંસલ ના થયું. કત નુકસાન જ થયું. તેમણે કહ્યું કે નોટબંધી પાછળ કયો વિઝયન હતો તે સમજાતું જ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here