હઝરત અલી રદિ.નો પોતાના પુત્ર હઝરત હસન રદિ.ને પત્ર

0
188
Waleed Eseily

મેં અનુભવ્યું છે કે દુનિયા મારાથી એટલી દૂર જતી અને આખિરત એટલી સમીપ આવતી જણાઈ કે હું પોતાના સિવાય બીજી દરેક વસ્તુને ભૂલી ગયો, અને દરેક વસ્તુથી મારૂં ધ્યાન અન્યત્ર ખસી ગયું. જ્યારથી હું તમામ પરેશાનીઓને એક બાજુ મૂકીને પોતાની પરેશાનીઓમાં લાગી ગયો છું ત્યારથી મારા વિચારોમાં પરિવર્તન આવી ગયું છે કે, હું બીજાઓની ચિંતા કરવાના બદલે પોતાની ચિંતામાં લાગી ગયો છું, અને એક એવો નિષ્પક્ષ દૃષ્ટિકોણ મારી સામે આવી ગયો છે કે જેણે મને એક એવી જદ્દોજહદ (સંઘર્ષ)નો માર્ગ બનાવ્યો છે કે જેમાં ફાલતુ અને વ્યર્થ (નિર્રથક) બાબતોનું કોઈ મિશ્રણ નથી, અને એક એવા સત્ય પ્રત્યે સંકેત કર્યો છે કે જેમાં રજમાત્ર પણ જૂઠ નથી, અને મેં આ પણ કે તું મારા શરીરનો એક ભાગ છે, બલ્કે જા વાસ્તવમાં જાવામાં આવે તો હું અને તું એક જીવ અને બે શરીર છીએ. તે એટલે સુધી કે જે તકલીફ તને પહોંચે છે તે મને પણ પહોંચે છે. જા તને મોત આવે તો હું પણ મરી જાઉં, અને જેટલી મને પોતાની ચિંતા છે, એટલી જ તારી પણ છે.

આ પત્ર આ આશાએ તને લખી રહ્યો છું કે તારા દિલમાં નરમાશ પેદા થાય અને તારૂં હૃદય તથા તારો અંતરાત્મા અલ્લાહ તરફ ઝુકે, ચાહે હું જીવતો રહું કે ન રહું.

હે દીકરા ! હું તને અલ્લાહતઆલાથી ડરવા, તેના હુકમોનું પાલન કરવા, તેના ઝિક્ર (સ્મરણ)થી પોતાના દિલને ભરેલો (કે તરબોળ) રાખવા અને તેની જ રસ્સી-દીનને મજબૂતીથી પકડી રાખવાની વસિયત કરૂં છું. જા તેં અલ્લાહના દીનને મજબૂતીથી પકડી રાખ્યો તો તારી અને અલ્લાહની વચ્ચે કોઈ વસ્તુ અવરોધરૂપ નહીં બની શકે.

પોતાના દિલને ઉપદેશ અને શિખામણથી જીવંત રાખ. દુનિયાથી અરુચિ અપનાવીને તેને મૃત બનાવ, અલ્લાહ ઉપર વિશ્વાસ તથા ભરોસાથી તેને શક્તિ-તાકાત આપ અને ડહાપણ તથા બુદ્ધિમત્તા (સમજદારી)થી તેને પ્રકાશિત કર.

આ ઉપરાંત મૃત્યુને યાદ કરીને તેને પોતાને તાબે કર, અને તેને મજબૂર બનાવ કે તે આ નશ્વંત જગતથી રવાનગીને એક હકીકત જાણીને તેનો એકરાર કરે. દુનિયાની મુસીબતો તેને યાદ દેવડાવ અને જમાનાનો ભય તથા તેની ઘટનાઓથી બીવડાવ. ‘માઇદહ’ની કોમોનો ઇતિહાસ તેમજ તેના ખંડેરોથી બોધ ગ્રહણ કર અને હરી-ફરીને જા કે તેમના કરતૂતો શું હતા, જેના લીધે તેઓ નેસ્ત-નાબૂદ કરી દેવાયા. તૂં પણ ટૂંકમાં જ તેમની જેમ થઈ જઈશ, આથી પોતાના અંજામની ચિંતા કર, પોતાની દુનિયા સંવારવા ખાતર આખિરતની અવગણના ન કર. જે વાતનું તને જ્ઞાન ન હોય તેના વિશે કંઈ પણ બોલવાથી બચ. એ બાબતમાં કે જેમાં તારી કોઈ જવાબદારી ન હોય, ગુફતેગૂથી દૂર રહે, અને એ માર્ગે ન જા કે જ્યાં ગુમરાહ થવાનો ભય હોય. કેમ કે ગુમરાહીમાં સપડાવાના બદલે મુસીબતોમાં સપડાઈ જવું બહેતર છે. સદ્‌કાર્યોનો હુકમ આપ, કે તારા માટે આ જ બહેતર છે.

શક્તિ મુજબ ભલાઈનો આદેશ આપવા તથા બૂરાઈથી રોકવાના કામો કર, અને એ વ્યક્તિથી પૂરી હિંમત સાથે દૂર રહે જે બૂરાઈનું આચરણ કરે. અલ્લાહના માર્ગમાં પૂરી તાકાતથી જિહાદ કર અને કોઈની ટિપ્પણી તને સત્ય-માર્ગથી ચલિત ન કરે.

(હઝરત અલી રદિ.ના પોતાના પુત્ર હસન રદિ.ને લખાયેલ પત્રના કેટલાક અંશો.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here