‘ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!’ અભિયાનનો સમાપન કાર્યક્રમ અહમદાબાદ ખાતે સંપન્ન

0
144

અહમદઆબાદ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત દ્વારા ગત તા. ૨૧ થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ દરમ્યાન “ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!”નો અભિયાન સમગ્ર ગુજરાતમાં યોજાયો હતો જેનો સમાપન કાર્યક્રમ તા. ૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ રવિવારે ટાઉન હોલ, અહમદાબાદમાં જમાઅતના સેક્રેટરી જનરલ મુહમ્મદ સલીમ એન્જીનિયરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. કુઆર્ન પઠન બાદ અભિયાનના કન્વિનર ઇકબાલઅહમદ મિર્ઝાએ સ્વાગત પ્રવચનમાં આ ઝુબેશનો હેતુ, તેની સમજૂતી અને તેના વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે માનવજીવનમાં અને વિશ્વમાં દેખાતો ઉપદ્રવ… દેખાતી બેચેની ઈશ્વરીય માર્ગદર્શનથી અનભિજ્ઞાતા છે,… તો ક્યાંક વિમુખતા છે.

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના અમીર શકીલઅહમદ રાજપૂતે પ્રારંભિક પ્રવચન આપતાં કહ્યું હતું કે ધર્મ મનુષ્યને મનુષ્યથી જોડે છે. જે તોડવાની વાત કરે એ ધર્મ નથી હોઈ શકતો. ઇસ્લામ ફકત કર્મકાંડ અને પૂજા ઉપાસનોનું નામ નથી બલ્કે આ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે. વધુમાં જણાવ્યું કે સમાજમાં વિવાદ નહીં સંવાદનો માહોલ બનવો જોઈએ, કેમકે સંવાદથી પ્રેમ વધે છે અને વિવાદથી વિભાજન થાય છે.
બ્રહ્માકુમારી સંપ્રદાયથી પધારેલ ડો. મમતા શર્માએ જણાવ્યું કે બધા મનુષ્યો એક જ માતા-પિતાની સંતાન છે. તેમણે કહ્યું કે ઈશ્વરને તમારી બધી લાગણીઓ સમર્પિત કરો. જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના મહિલા વિભાગના સેક્રેટરી આરેફા પરવીને કહ્યું કે સમગ્ર માનવતા આ વાતની સાક્ષી આપે છે કે આપણો પાલનહાર-સર્જનહાર એક જ છે. ઇસ્લામ ફકત મુસલમાનોનો દીન નથી બલ્કે સમગ્ર માનવતા માટે છે, પયગમ્બર કોઈ એક સંપ્રદાય માટે નથી બલ્કે સમગ્ર માનવતાના પયગમ્બર છે.

નિવૃત્ત આઇ.પી.એસ. ઓફિસર રાજન પ્રિયદર્શીનીએ કહ્યું કે લોકોમાં ઇસ્લામ વિષે ગેરસમજ બલ્કે અજ્ઞાાનતા છે. તેમણે કહ્યું કે ઇસ્લામી શિક્ષણના સંદર્ભમાં લોકોમાં ઘણી-બધી ગેરસમજો છે જેને દૂર કરવાની જરૃર છે. દેશમાં આતંકવાદની વાસ્તવિકતાને સમજવા માટે ‘કરકરે કા કાતિલ કોન’ આ પુસ્તકનું અધ્યયન કરવાનું કહ્યું હતું. દિલ્હીથી પધારેલ એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રિય સચિવ સૈયદ અઝહરૃદ્દીને કે સમગ્ર સૃષ્ટિનો સર્જનમાં માનવી સર્વશ્રેષ્ઠ સર્જન છે. તેમણે ઇસ્લામમાં એકતા-સમાનતા અને ન્યાયની વાત ઉપર ભાર મૂક્યો હતો. ગાયત્રી પરિવારના એસ.કે. પાંડેએ કહ્યું કે આ સંપૂર્ણ સૃષ્ટિ સર્જનહારનો ઉપહાર છે. વધુમાં કહ્યું કે વિષ પીવડાવનારાઓને અમૃત પીવડાવીએ અને અમૃત પીવડાવનારાઓને વિષ આપીએ તો દુખો જ જન્મશે.
જમીઅતે ઉલેમાના નાયબ પ્રમુખ મુફતી અબ્દુલ કૈય્યૂમે કહ્યું કે વર્તમાન
સમયમાં મુસ્લિમો જે તકલીફોનો સામનો કરી રહ્યા છે તેના માટે પ્રથમ હું અને મુસ્લિમ ઉમ્મત પોતે જવાબદાર છે. આપણે આપણા દેશબાંધવોને નથી સમજાવી શકતા કે ઇસ્લામ એક ઉપહાર છે સૌના માટે. તેમણે અલ્લાહના રસૂલ સ.અ.વ.નું ઉદાહરણ આપતાં કહ્યું કે આપના કટ્ટર વિરોધીઓ ઇસ્લામના સમર્થક કેવી રીતે બની ગયા?. આપણે અન્યો માટે હૃદયથી દુઆ પણ નથી કરી રહ્યા. હલાકતની દુઆ તો કરી છે પણ હિદાયત માટે નથી કરતા. તેમણે કહ્યું કે જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા સમગ્ર મિલ્લત તરફથી ફર્ઝે કિફાયા અદા કરાઈ રહ્યો છે.
અધ્યક્ષીય પ્રવચન આપતાં મુહમ્મદ સલીમ એન્જિનિયરે કહ્યું કે આ જગત અને સૃષ્ટિ, સર્જનહારના અગણિત ઉપહારોથી છલોછલ ભરેલી છે. આ ઉપહારોના સદ્ઉપયોગ દ્વારા માનવીએ પોતાના જીવનને સહજ અન ેસરળ બનાવ્યું છે. સર્જનહાર અને પાલનહાર કુઆર્નમાં નિર્દેશ કરે છે, જીવન વ્યવસ્થાને સંપૂર્ણ કરી દીધી છે અને ઉપહારોને પરિપૂર્ણ કરી દીધા છે. તેમણે જમાઅતનો પરિચય કરાવતાં કહ્યું કે જમાઅતે ઇસ્લામી હિંદ ૧૯૪૮થી ભારતવર્ષમાં કાર્યરત્ છે. તે નૈતિક મૂલ્યો માટે પ્રયત્નશીલ છે. ઇસ્લામને વ્યક્તિગત અને સામૂહિક રીતે નમૂનો રજૂ કરવા પ્રયત્નશીલ છે. સલીમ એન્જીનિયરે ન્યાય-શાંતિનો સંદેશ ઇસ્લામ અનુસાર જીવન વ્યતીત કરવા ઉપર ભાર મૂક્યો અને બીજા માટે નમૂનો બનવાની વાત કરી. તેમણે કહ્યું કે દરેક સમયે, દરેક ભૂ-ભાગમાં ઈશદૂતો મોકલવામાં આવતાં રહ્યા છે. જે રીતે સૂર્ય-ચંદ્ર પર કોઈ એકનો એકાધિકાર નથી એ જ રીતે ઇસ્લામ, કુઆર્ન અને પયગમ્બરો ઉપર ફકક મુસ્લિમોનો એકાધિકાર નથી. આ સૌના માટે છે માનવોને ઊંચનીચ કરનાર, વિભાજિત કરનાર ઇશ્વરીય ધર્મ ન હોઈ શકે.

તા. ૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ રવિવારના રોજ ટાઉન હોલ એલિસબ્રિજ, અહમદાબાદ ખાતે એસ.આઈ.ઓ. અને જી.આઈ.ઓ. દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો. જે બે સ્તરના વિદ્યાર્થીઓ ધો. ૧૧-૧૨ અને અંડર ગ્રેજ્યુએટ કક્ષાના વિદ્યાર્થીઓ માટે અનુક્રમે વિષય “રાષ્ટ નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા” અને “કોમી સંવાદિતા અને રાષ્ટ્રનિર્માણ” હતો. આ બંને સ્તરના વિદ્યાર્થીઓ માટે ઈનામ અર્થે પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને રૃ. ૮૦૦૦/-, રૃ. ૬૦૦૦/- અને રૃ. ૪૦૦૦/- સાથે પદક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.. તેમજ ‘યુવાસાથી’ માસિકનો વિશેષાંક ‘ઇસ્લામ એક ઉપહાર! સૌના માટે’ પણ ભેટ સ્વરૃપે આપવામાં આવ્યો. ધો. ૧૧-૧૨ના વિદ્યાર્થીઓ વિજેતામાં પ્રથમ ચકલાસિયા સુજાન રફિકભાઈ (નડિયાદ), બીજો રાજપૂત સિમરા બાનુ મુહમ્મદ ફારૃક (અહમદાબાદ) અને ત્રીજો શેખ મો. ફેઝાન મો. યુનુસ (અહમદાબાદ)નો સમાવેશ થાય છે. આવી જ રીતે અંડર ગ્રેજ્યુએટ કક્ષામાં પ્રથમ સ્થાને દોઈ બુશરાબાનુુ મુ. અમીન (હિંમતનગર), બીજો પટેલ માનસીબેન મહેન્દ્રભાઈ અને ત્રીજો મલેક શબનમ (કચ્છ)નો સમાવેશ થાય છે. જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાત દ્વારા આયોજિત ‘ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!’ સમાપન કાર્યક્રમમાં મહેમાનો દ્વારા વિજાતાઓને ઈનામો અર્પણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here