ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)

0
98

(ર) અનુવાદઃ

હઝરત અનસ રદિ. કહે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ કયામતના દિવસે નબીઓ (અ.સ.)માં સૌથી વધુ સંખ્યા મારા અનુયાયીઓની હશે, અને હું સૌથી પ્રથમ વ્યક્તિ હોઈશ કે જે જન્નતનો દરવાજો ખોલાવશે.’ (મુસ્લિમ)

(૩) અનુવાદઃ

હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ હું સૌથી પ્રથમ વ્યક્તિ છું કે જે જન્નતમાં ભલામણ કરીશ.૭ અંબિયા (અ.સ.)માંથી કોઈને એટલે એટલું સમર્થન (સત્ય હોવા અંગે સ્વીકાર) નથી કરવામાં આવ્યું જેટલું સમર્થન મારું કરવામાં આવ્યું અને નબીઓ (અ.સ.) પૈકી એક નબી (અ.સ.) એવા છે જેમનું સમર્થન તેમની ઉમ્મતમાંથી માત્ર એક વ્યક્તિએ જ કર્યું છે.૮ (મુસ્લિમ)

સમજુતીઃ

૭ એટલે કે મારી ભલામણથી ઘણા બધા લોકો જન્નતમાં દાખલ થશે, અને ઘણાં બધા લોકોના દરજ્જાઓ મારી ભલામણથી ઉચ્ચ કરી દેવામાં આવશે.
૮ એટલે કે મારી નબુવ્વત ઉપર ઈમાન લાવનારાઓની સંખ્યા સૌથી વધુ છે. એક નબી અ.સ. તો એવા થઈ ગયા છે કે જેમનં સમર્થન (તેમના સત્ય હોવાનો સ્વીકાર) તેમની ઉમ્મતના માત્ર એક જ માણસે કર્યું છે.

(૪) અનુવાદઃ

હઝરત અબૂ હુરૈરહ રદિ. કહે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ હું કયામતના દિવસે (આદમ) અ.સ.ની સંતાનનો સરદાર હોઈશ, અને સૌથી પ્રથમ વ્યક્તિ જે પોતાની કબ્રમાંથી ઉઠશે તે હું હોઈશ અને સૌથી પહેલાં (હું) ભલામણ કરીશ, અને સૌથી પહેલાં મારી ભલામણ સ્વીકારવામાં આવશે.’ (મુસ્લિમ)

(પ) અનુવાદઃ

હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યુંઃ નબીઓ (અ.સ.)માંથી દરેક નબી (અ.સ.)ને ચમત્કારોમાંથી એટલું જ આપવામાં આવ્યું છે કે જેના પર માનવી ઈમાન લાવી શકે, અને જે વસ્તુ મને અર્પવામાં આવી એ વહ્ય છે જેને અલ્લાહે મારી તરફ મોકલી.૯ આથી મને આશા છે કે કયામતના દિવસે મારા અનુયાયીઓની સંખ્યા તમામ અંબિયા (અ.સ.ના અનુયાયી) કરતાં વધુ હશે.’ (બુખારી, તથા મુસ્લિમ)

સમજૂતીઃ

૯ મતલબ આ છે કે દરેક નબીને જમાનાની પરિસ્થિતિ મુજબ ‘મો’જિઝા (ચમત્કાર) એનાયત કરવામાં આવ્યા હતા. મને અલ્લાહતઆલાએ જે વિશેષ ‘મો’જિઝો’ (ચમત્કાર) એનાયત ફરમાવ્યો છે તે વહ્યનો ‘મો’જિઝો’ છે. કુઆર્ન કે જે વહ્ય દ્વારા મારા પર નાઝિલ કરવામાં આવ્યો છે તે એક કાયમી ‘મો’જિઝા’ છે. તેના દ્વારા કયામત સુધી લોકો ‘હિદાયત’ (સન્માર્ગ) મેળવતા રહેશે. મને જે મો’જિઝો એનાયત કરવામાં આવ્યો છે. તેનો એ’જાઝ

કયારેય સમાપ્ત નથી થઈ શકતો.

કુઆર્ન મજીદ ઉપર જે પાસાથી પણ વિચારો તે એક ‘મો’જિઝો’ (ચમત્કાર) જ પુરવાર થશે. ભાષા, વર્ણન, શૈલી, કલામના ક્રમ, વિષય તથા અર્થ, ટૂંકમાં જે પાસેથી પણ કુઆર્નમાં ચિંતન-મનન કરો તે એક ચમત્કાર છે. કુઆર્ન જેવો કલામ (રચના) રજૂ કરવાથી સમગ્ર સૃષ્ટિ અસમર્થ છે. માનવોની ‘હિદાયત’ (સન્માર્ગ, માર્ગદર્શન) માટે કુઆર્ન પૂરતો છે. વિચારસરણીઓ તથા દૃષ્ટિકોણોથી લઈને વ્યકતિગત, તથા સામૂહિક કાર્યો માટે કુઆર્નમજીદને એક માર્ગદર્શક- ગ્રંથની હૈસિયત પ્રાપ્ત છે. કુઆર્નમજીદના એજાઝનો ઉલ્લેખ ખુદ કુઆર્નમજીદ પણ કરવામાં આવ્યો છે. દા.ત. એક જગ્યાએ ફરમાવ્યુંઃ ‘અને આ કુઆર્ન એ વસ્તુ નથી જે અલ્લાહની વહ્ય વિના લખી લેવામાં આવે. બલ્કે આ તો પહેલાં જે કંઈ આવી ચૂકયું હતું તેનું સમર્થન અને અલ-કિતાબની વિગતવાર સ્પષ્ટતા કરે છે. એમાં કોઈ શંકા નથી કે આ સૃષ્ટિના શાસક તરફથી છે શું આ લોકો કહે છે કે પયગમ્બરે આને પોતે ઘડી લીધું છે ? કહો, જો તમે પોતાના આ આરોપમાં સાચા છો તો એક સૂરઃ આના જેવી ઘડી લાવો, અને એક અલ્લાહને છોડી જેને જેને બોલાવી શકતા હોવ (પોતાની મદદ માટે) બોલાવી લો.’ (સૂરઃ યૂનુસ, આયત-૩૭, ૩૮)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here