ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)

0
103

(ગતાંકથી ચાલુ)
(૬) અનુવાદઃ હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. કહે છે કે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘બાદે સબા’ (પૂર્વના ઠંડા પવન) દ્વારા મારી મદદ કરવામાં આવી અને આદની કોમ પશ્ચિમના પવનથી નષ્ટ થઈ ગઈ.’૧૦ (બુખારી, મુસ્લિમ)
સમજૂતીઃ
૧૦ સબા એ પવન છે જે પૂર્વથી આવે છે અને રહેમત (કૃપા) પુરવાર થાય છે. તેના ચાલવાથી વરસાદની આશા હોય છે. એક પવન એ છે જે આદની કોમ ઉપર ચાલ્યો હતો અને આખી કોમ નષ્ટ થઈને રહી ગઈ. આપ સ.અ.વ.ના ઇર્શાદનો અર્થ આ છે કે ખુદાની રહેમત (કૃપા) આપ સ.અ.વ.ની અને આપ સ.અ.વ.ની ઉમ્મતની સાથે છે. જે હદ સુધી ઉમ્મત આપ સ.અ.વ.ના આજ્ઞાાપાલનમાં સક્રિય હશે એ જ દરજ્જા સુધી તે ખુદાની રહેમતની હકદાર ઠરશે.
(૭) અનુવાદઃ
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ. કહે છે કે મેં સાંભળ્યું છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું બેસીને નમાઝ પઢવી અર્ધી નમાઝ છે. (એટલે કે અડધો સવાબ મળે છે) હું આપ સ.અ.વ.ની પાસે હાજર થયો. આપ સ.અ.વ.ને બેસીને નમાઝ પઢતા જોયા. મેં (આશ્ચર્યથી) પોતાનો હાથ માથા પર મૂકયો. આપ સ.અ.વ.એ પૂછયુંઃ શું છે હે અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ? મેં કહ્યું કે હે અલ્લાહના રસૂલ સ.અ.વ. ! મને કોઈએ કહ્યું કે આપ સ.અ.વ.એ ફરમાવ્યું છે કે બેસીને નમાઝ પઢવી અડધી નમાઝ છે, જો કે આપ સ.અ.વ. બેસીને નમાઝ પઢે છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ હા, સાચું છે, પરંતુ હું તમારામાંથી કોઈ એકના પણ જેવો નથી.’૧૧ (અબૂ દાઊદ)
સમજૂતીઃ
૧૧ એટલે કે મને આ વિશેષતા પ્રાપ્ત છે કે બેસીને નમાઝ પઢવામાં પણ મારી નમાઝ સંપૂર્ણ હોય છે, અને તેના સવાબમાં પણ કોઈ જ કમી નથી થતી, આનાથી જણાયું કે માણસને જો પરિપૂર્ણતાનો દરજ્જો હાસલ છે તો તેનું દરેક અમલ પણ સંપૂર્ણ હશે, ચાહે કોઈ કારણસર તેના કોઈ અમલ (કાર્ય)માં કોઈ કમી જ કેમ ન દેખાતી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here