નવું વર્ષ અને ‘નવો દૃષ્ટિકોણ’

0
140

સમય કયારેય રોકાતો કે અટકતો નથી. તેની પ્રકૃતિ કે ગુણ પસાર થઈ જવાનો જ છે. જે દિવસ ઉદય થાય છે તે અસ્ત થયા વિના નથી રહેતો. દરેક નવા વર્ષના કેલેન્ડરનું ભાવિ પણ જૂનું થઈ જવાનું હોય છે. જોતજોતામાં તેનું સ્થાન નવું કેલેન્ડર લઈ લે છે. જગતમાં એકથી વધીને એક શક્તિશાળી લોકો જન્મ્યા જેમણે પોતાના જેવા અન્ય શક્તિશાળી લોકો જન્મ્યા જેમણે પોતાના જેવા અન્ય શક્તિશાળી લોકોનો માર્ગ રોકયો, પરંતુ કયારેય કોઈપણ સમયને અટકાવી નથી શકયું.

વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજીએ હોશ ઉડાવી દે તેવો વિકાસ સાધ્યો છે, અને તેના લીધે અનેક લોકોનું અને કલાકોનું કાર્ય એક જ માણસ દ્વારા અને કયારેક તો માણસ વિના પણ ગણતરીની મિનિટોમાં થવા લાગ્યું છે. શકય છે કે ભવિષ્યમાં એ સમય પણ આવે કે જ્યારે ગણતરીની મિનિટોને પણ મ્હાત આપી સેકન્ડોમાં એ કાર્યો થવા લાગે. પરંતુ આ અશકય છે કે આજની તુલનામાં હજારગણી પ્રગતિ કે વિકાસ થઈ જાય તો પણ કોઈ પણ ટેકનોલોજી થઈ જાય તો પણ કોઈ પણ ટેકનોલોજી આ સમયને અટકાવી શકે. આ વાત માનવીની સત્તા બહારની છે. માનવી આયોજન દ્વારા કાર્યોમાં લાગતાસમયની બચત તો કરી શકે છે, પરંતુ તે કોઈપણ રીતે સમયને રોકી કે અટકાવી શકયો નથી.

કેમ કે સમય કોઈપણ સંજોગોમાં અને કોઈપણ રીતે રોકાતો નથી, તેથી બુદ્ધિમત્તા આ હશે કે માણસ વીતી ગયેલા સમયનું નિરીક્ષણ કરે કે જેથી આ સમીક્ષા કે આત્મનિરીક્ષણ શકય બને કે કેટલો સમય રચનાત્મક કાર્યોમાં ખર્ચાયો અને કેટલો અર્ધ-રચનાત્મક, ઓછા-રચનાત્મક કે બિનરચનાત્મક કાર્યોમાં પસાર થઈ ગયો. વીતેલા વર્ષના નિરીક્ષણ, સમીક્ષા અને તેમાં થઈ ગયેલી ભૂલો નહીં દોહરાવવાનો સંકલ્પ કરવો એ જ નવા વર્ષનું શ્રેષ્ઠ સ્વાગત લેખાશે. દરેકે દરેક વ્યક્તિએ અને સંસ્થા-સંગઠનોએ માત્ર કેટલીક ભૂલોનું નિરીક્ષણને જ પૂરતુ માની લેવાના બદલે વીતેલા વર્ષના ૧ર મહિના કે પર અઠવાડિયા, કે ૩૬પ દિવસો, કે રોજના ૧૪૪૦ મિનિટો કે પછી ૮૬૪૦૦ સેકન્ડોનું બારીકાઈથી નિરીક્ષણ કરવાની આવશ્યકતા છે.

સમયને વ્યક્તિગત રીતે કૌટુંબિક રીતે, મિલ્લી અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી પણ આંકવામાં આવે તો એ ખૂબજ લાભદાયી પુરવાર થઈ શકે છે. જ્યાં સુધી આ અહેસાસ પેદા નહીં થાય કે સમય વ્યક્તિ માટે જેટલો કીમતી છે, તેટલો જ કુટુંબ, મિલ્લત અને સમગ્ર કોમ માટે પણ કીમતી છે ત્યાં સુધી તેનાથી પૂરેપૂરો લાભ મેળવી નહીં શકાય, અને તેના પળેપળથી લાભ ઉઠાવી નહીં શકાય.આથી સમય સંબંધિત વિચાર અને દૃષ્ટિકોણને યોગ્ય દિશા આપવાની તાતી જરૃરત છે. આનાથી સમયના મહત્ત્વ અને મૂલ્યને સમજી શકાશે અનેત્યારે જ તેના ઉપયોગ કે ખર્ચવા સંબંધિત વધુ ને વધુ તથા યોગ્ય અહેસાસ પેદા થશે.

આજે મોટાભાગે આ જોવામાં આવે છે કે પહેલાં આપણાં ત્યાં શાળા, કોલેજ, યુનિવર્સિટી, કારખાનાઓ કે ઉદ્યોગો આપણા ત્યાં ન હતા અને આજે આ છે. ફકત કોઈ વસ્તુ કે હોવી કે ન હોવી એ જ જોવું પૂરતું નથી, બલ્કે તે કેટલા વર્ષોમાં કેટલી ગતિએ અને કેવા સ્તરના છે બાબત પણ મહત્ત્વની છે. અર્થાત્ પ્રમાણ અને ગુણવત્તા બંને બાબતો સંતોષકારક હોય તો જ યોગ્ય કે પૂરતો વીકાસ કહી શકાય. આશા રાખીએ કે અન્ય લોકોની જેમ આપણે ઉપરોકત બાબતે ખૂબજ ગંભીરતા જોવા અને વિચારવાની સાથોસાથ એક મુસલમાનની હૈસિતયથી પણ કુઆર્ન અને હદીસના પ્રકાશમાં આંકલન કરીશું. અલ્લાહ આપણને તેની તૌફીક આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here