પર્લનલ લો બોર્ડ બાબરી મસ્જિદ અંગેના પોતાના વલણ પર અડગ

0
122

હૈદરાબાદ,
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ત્રિદિવસીય બેઠકનો બીજો દિવસ પણ ખૂબજ ગરમ રહ્યો. ઉવૈસી હોસ્પિટલના સાલારે મીલ્લત ઓડોટોરિયમમાં બોર્ડના સભ્યોની સામાન્ય બેઠકમાં બોર્ડના અધ્યક્ષ મૌલાના રાબેઅ હસની નદવીએ પૂરી તાકાતથી બાબરી મસ્જિદ સંબંધિત બોર્ડના અગાઉના વલણનું પુનરાવર્તન કર્યું કે મસ્જિદ અલ્લાહનું ઘર છે અને જે જગ્યાએ એક વખત મસ્જિદ બની જાય છે તે કયામત સુધી મસ્જિદ રહે છે. બોર્ડની કારોબારી સભાની મીટિંગ બાદ બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદ જમીન અલ્લાહની માલિકીની હોય છે. તેને ન તો વેચી શકાય છે, અને ન તો કોઈને ભેટરૃપે આપી શકાય છે.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ર૬મી સભાની પ્રથમ બેઠકમાં ટ્રિપલ તલાક અને બાબરી મસ્જિદ-માલિકીનો મામલો છવાયેલો રહ્યો. બોર્ડે મૌલાના સલમાન નદવીના વલણને સખત રીતે રદ કરવામાં આવ્યું. અહીં આ વાત ઉલ્લેખનીય છે કે જ્યારે મૌલાના સલમાન નદવીથી તેમના એ વલણ કે નિવેદન અંગે ખુલાસો પૂછવામાં આવ્યો તો તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ પોતાના વલણ ઉપર સખ્તાઈથી કાયમ છે. ત્યારબાદ જ બોર્ડે ૪ સભ્યો પર આધારિત એક તપાસ સમિતિની રચના કરવામાં આવી જે મૌલાના સલમાન નદવીના નિવેદનનું દરેક પાસાથી નિરીક્ષણ કરશે અને એ પછી પોતાનો અહેવાલ આ અંગે રજૂ કરશે. ત્યારબાદ એ અહેવાલના પ્રકાશમાં બોર્ડ આ નિર્ણય લેશે કે મૌલાનાએ બોર્ડમાં રહેવું જોઈએ કે નહીં.
પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં બોર્ડના પ્રમુખ મૌલાના રાબેઅ હસની નદવીએ કહ્યું કે બાબરી મસ્જિદ સદીઓથી મુસલમાનોની મસ્જિદ રહીછે, પરંતુ સત્તા પર બિરાજમાન લોકો પોતાની પસંદ કે મરજીથી તેના હેતુને બદલવા ચાહે છે, જે ખુલ્લો આતંકવાદ છે. તેમણે પોતાના લેખિત સંબોધનમાં કહ્યું કે, ‘ઈબાદતગાહ અને તેના હક્કો ધાર્મિક પ્રકારના હોય છે. બાબરી મસ્જિદને ઇબાદતગાહની હૈસિયત સદીઓથી પ્રાપ્ત રહી છે. આને બહુમતી- તાકાત અને સત્તા પર બિરાજમાન લોકોની પસંદ કે મરજીથી તેને બદલવા કે ધ્વસ્ત કરવાનું કામ ખુલ્લેઆમ કરવામાં આવેલ છે, જે ખુલ્લો આતંકવાદ છે. આને જોઈને મુસલમાનો અને તેમના તમામ મસ્લક અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતો ઓલ ઇન્ડિયા હૈદરાબાદ,
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ત્રિદિવસીય બેઠકનો બીજો દિવસ પણ ખૂબજ ગરમ રહ્યો. ઉવૈસી હોસ્પિટલના સાલારે મીલ્લત ઓડોટોરિયમમાં બોર્ડના સભ્યોની સામાન્ય બેઠકમાં બોર્ડના અધ્યક્ષ મૌલાના રાબેઅ હસની નદવીએ પૂરી તાકાતથી બાબરી મસ્જિદ સંબંધિત બોર્ડના અગાઉના વલણનું પુનરાવર્તન કર્યું કે મસ્જિદ અલ્લાહનું ઘર છે અને જે જગ્યાએ એક વખત મસ્જિદ બની જાય છે તે કયામત સુધી મસ્જિદ રહે છે. બોર્ડની કારોબારી સભાની મીટિંગ બાદ બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદ જમીન અલ્લાહની માલિકીની હોય છે. તેને ન તો વેચી શકાય છે, અને ન તો કોઈને ભેટરૃપે આપી શકાય છે.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ર૬મી સભાની પ્રથમ બેઠકમાં ટ્રિપલ તલાક અને બાબરી મસ્જિદ-માલિકીનો મામલો છવાયેલો રહ્યો. બોર્ડે મૌલાના સલમાન નદવીના વલણને સખત રીતે રદ કરવામાં આવ્યું. અહીં આ વાત ઉલ્લેખનીય છે કે જ્યારે મૌલાના સલમાન નદવીથી તેમના એ વલણ કે નિવેદન અંગે ખુલાસો પૂછવામાં આવ્યો તો તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ પોતાના વલણ ઉપર સખ્તાઈથી કાયમ છે. ત્યારબાદ જ બોર્ડે ૪ સભ્યો પર આધારિત એક તપાસ સમિતિની રચના કરવામાં આવી જે મૌલાના સલમાન નદવીના નિવેદનનું દરેક પાસાથી નિરીક્ષણ કરશે અને એ પછી પોતાનો અહેવાલ આ અંગે રજૂ કરશે. ત્યારબાદ એ અહેવાલના પ્રકાશમાં બોર્ડ આ નિર્ણય લેશે કે મૌલાનાએ બોર્ડમાં રહેવું જોઈએ કે નહીં.
પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં બોર્ડના પ્રમુખ મૌલાના રાબેઅ હસની નદવીએ કહ્યું કે બાબરી મસ્જિદ સદીઓથી મુસલમાનોની મસ્જિદ રહીછે, પરંતુ સત્તા પર બિરાજમાન લોકો પોતાની પસંદ કે મરજીથી તેના હેતુને બદલવા ચાહે છે, જે ખુલ્લો આતંકવાદ છે. તેમણે પોતાના લેખિત સંબોધનમાં કહ્યું કે, ‘ઈબાદતગાહ અને તેના હક્કો ધાર્મિક પ્રકારના હોય છે. બાબરી મસ્જિદને ઇબાદતગાહની હૈસિયત સદીઓથી પ્રાપ્ત રહી છે. આને બહુમતી- તાકાત અને સત્તા પર બિરાજમાન લોકોની પસંદ કે મરજીથી તેને બદલવા કે ધ્વસ્ત કરવાનું કામ ખુલ્લેઆમ કરવામાં આવેલ છે, જે ખુલ્લો આતંકવાદ છે. આને જોઈને મુસલમાનો અને તેમના તમામ મસ્લક અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મૂક પ્રેક્ષક બની ન રહી શકે. આથી બોર્ડે આ પ્રક્રિયા વિરુદ્ધ શાંતિપૂર્વક કાનૂની કાર્યવાહી કરવાને પોતાની જવાબદારી સમજી છે.’
બાબરી મસ્જિદ સંબંધિત બોર્ડના પ્રમુખના આ સ્પષ્ટ વલણની પ્રશંસા લગભગ તમામ સભયોએ કરી હતી તેમજ મૌલાના સલમાન નદવી સામે પગલાની માગણી પણ કરી હતી. જો કે અત્રે પ્રાપ્ત માહિતી મુજબ તેમને બોર્ડમાંથી દૂર કરવામા આવ્યા છે, જ્યારે આ વાત પણ ચર્ચામાં છે કે તેમણે પોતે બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.
બોર્ડના કારોબારી સમિતિના એક સભ્ય પ્રો. સઉદઆલમ કાસિમીએ કહ્યું કે બોર્ડ વર્તમાન વિવાદાસ્પદ પ્રયત્નો એ શરીઅતમાં દખલગીરી સમાન છે. તેમણે બાબરી મસ્જિદ અને ટ્રીપલ તલાક અંગેના બોર્ડના વલણની પ્રશંસા કરી અને તેના પર અડગ રહેવાની વાત કહી.
હાલમાં બાબરી મસ્જિદ ટ્રીપલ તલાક અને મોડેલ નિકાહનામા વિ. બાબતો અંગે સરકાર પોતે અને કયારેક બંને ધર્મનચા ધાર્મિક અગ્રણીઓ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પ્રયત્નો કરી રહી છે તે માત્ર દેશની સૌથી મોટી લઘુમતી મુસ્લિમો માટે જ નહીં બલ્કે અન્ય લઘુમતીઓ તેમજ બહુમતી સમાજ માટે પણ નુકસાનકારક છે. લોકોનો ન્યાયમાંથી વિશ્વાસ પણ ડગી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here