ર૮. સૂરઃ કસસ

0
139

હકીકતમાં ફિરઔન અને હામાન તથા તેમના લશ્કરો (તેમની યોજનામાં) મોટી ભૂલ કરનારા હતા, ફિરઔનની પત્નીએ (તેને) કહ્યું ‘આ મારા અને તારા માટે આંખોની ઠંડક છે, આને કતલ ન કરો, નવાઈ નહીં લાગે કે આ આપણા માટે ફાયદાકારક પુરવાર થાય અથવા આપણે આને પુત્ર જ બનાવી લઈએ.’૧ર અને તે (પરિણામથી) અજાણ હતાં.
ત્યાં મૂસાની માનું હૃદય બેકાબૂ થઈ રહ્યું હતું. તે તેનું રહસ્ય ખોલી નાખત જો અમે તેને સાંત્વન ન આપ્યંું હોત કે જેથી તે (અમારા વાયદા ઉપર) ઈમાન લાવનારાઓમાંથી હોય, તેણીએ બાકળની બહેનને કહ્યું, આની પાછળ પાછળ જા. તેથી તે અલગ રહી તેને એવી રીતે જોતી રહી કે (દુશ્મનોને) તેની ખબર ન પડી.૧૩ અને અમે બાળક માટે અગાઉથી જ ધવડાવનારાઓનાં સ્તન હરામ કરી દીધેલા હતાં૧૪ (આ સ્થિતિ જોઈ) તે છોકરીએ તેમને કહ્યું ‘હું તમને એવા ઘરનું સરનામું જણાવું જેના લોકો આના ઉછેરની જવાબદારી લે અને શુભેચ્છા સાથે તેને રાખે ?૧પ આવી રીતે મૂસાને૧૬ અમે તેની માતા પાસે પાછો લાવ્યા કે જેથી તેની આંખો ટાઢી થાય અને તે દુઃખી ન થાય અને જાણી લે કે અલ્લાહનો વાયદો સાચો હતો,૧૭

પરંતુ ફિરઔનની પત્ની આખરે તો સ્ત્રી હતી, અને શકય છે કે નિઃસંતાન હોય, પછી બાળક પણ ઘણો સુંદર શહેરાનો હતો જેમ કે સૂરઃ તાહામાં અલ્લાહતઆલાએ પોતે હઝરત મૂસા અ.સ.ને જણાવ્યું છે કે (મેં મારા તરફથી તારી ઉપર પ્રેમ નાખી દીધો હતો) એટલે કે તને એવો મોહક ચહેરો આપ્યો હતો કે જે જોનારા જોતાં જ તારી ઉપર પ્રેમ ઉભરાઈ જતો હતો, એટલા માટે એ મહિલાથી રહેવાયું નહીં અને તેણે કહ્યું કે આને કતલ ન કરો બલકે લઈને પાળો. જ્યારે આ આપણે ત્યાં ઉછરશે અને આપણો દીકરો બનાવી લઈશું ત્યારે આને કયાં ખબર પડશે કે હું ઈસ્રાઈલી છું, આ પોતાને ફિરનઔનના કુટુંબનો જ એક માણસ માનશે અને તેની ક્ષમતાઓ બની ઇસ્રાઈલના બદલે આપણા કામમાં આવશે.

બાઈબલ અને તમલૂદ જણાવે છે કે એ સ્ત્રી કે જેણે હઝરત મૂસા અ.સ.ને ઉછેરવા તથા પુત્ર બનાવી લેવા માટે કહ્યું હતું ફિરઔનની દીકરી હતી. પરંતુ કુઆર્ન સ્પષ્ટ શબ્દોમાં તેને (ફિરઔનની પત્ની) કહે છે. અને દેખીતું છે કે સદીઓ પછી સંપાદિત થયેલી મૌખિક રિવાયતોના મુકાબલે અલ્લાહનું આ પ્રત્યક્ષ વર્ણન જ વધારે ભરોસાપાત્ર છે. કોઈ કારણ નથી કે બિનજરૃરી રીતે ઇસ્રાઈલ રિવાયતો સાથે મેળ બેસાડવા માટે અરબી રૃઢિપ્રયોગ વિરુદ્ધ ‘અમરાત ફિરઔન’ અર્થ ‘ફિરઔનના કુટુંબની એક મહિલા’ કરવામાં આવે.

(૧૩) એટલે કે છોકરીએ એવી રીતે ટોપલી ઉપર નજર રાખી કે વહેતી ટોપલી સાથે સાથે તે તેને જોતી જોતી ચાલતી રહી અને દુશ્મન એ સમજી ન શકયો કે તેનો કોઈ સંબંધ આ ટોપલીવાળા બાળક સાથે છે. ઇસ્રાઈલી રિવાયતો પ્રમાણે હઝરત મૂસા અ.સ.ની આ બહેન ૧૦-૧ર વર્ષની હતી.ત ેમની હોંશિયારીનો ખ્યાલ આના ઉપરથી કરી શકાય છે કે તેમણે ખૂબજ હોંશિયારીપૂર્વક ભાઈનો પીછો કર્યો અને આ જાણી લીધું કે તે ફિરઔનના મહેલમાં પહોંચી ગયોછે.

(૧૪) એટલે કે ફિરઔનની પત્ની જે ધાવણ આપનારીને પણ ધાવણ આપવા માટે બોલાવતી હતી, બાળક તેની છાતીને મોં લગાડતો ન હતો.

(૧પ) આના ઉપરથી જણાયું કે ફિરઔનના મહેલમાં ભાઈના પહોંચી ગયા પછી બહેન ઘરે બેસી ન રહી, બલ્કે તે તેની હોંશિયારી સાથે મહેલની આસપાસ આંટો મારતી રહી. પછી જ્યારે તેને ખબર પડી કે બાળક કોઈનું દૂધ પીતું નથી અને રાણી પરેશાન છે કે કોઈ એવી ધાવનારી મળે જે બાળકને પસંદ આવે ત્યારે એ હોંશિયાર છોકરી સીધી મહેલમાં પહોંચી ગઈ અને જઈને કહ્યું કે હું એક સારી ધાવનારનીનું સરનામું જણાવું છું જે આ બાળકને ખૂબજ વહાલપૂર્વક ઉછેરશે.

આ જગ્યાએ આ વાત પણ સમજી લેવી જોઈએ કે પ્રાચીન સમયમાં એ દેશોના મોટાં અને ખાનદાની લોકો બાળકને તેમને ત્યાં ઉછેરવાના બદલે સામાન્ય રીતે ધાવનારીઓને સોંપી દેતા તા અને તે તેમને ત્યાં તેમનો ઉછેર કરતી હતી. નબી સ.અ.વ.ની સીરતમાં પણ આ ઉલ્લેખ આવે છે કે મક્કામાં અવારનવાર આપપાસના વિસ્તારની મહિલાઓ ધાવવાની સેવા આપવા માટે આવતી હતી અને સરદારોના બાળકોને ધાવણ આપવા માટે સારા-સારા અવેજમાં મેળવી સાથે લઈ જતી હતી. નબી સ.અ.વ.એ પોતે પણ હજરત હલીમા સઅદિયાને ત્યાં જંગલમાં ઉછર્યા છે. આ જ રિવાજ મિસ્રમાં પણ હતો. એટલા જ માટ હઝરત મૂસા અ.સ.ની બહેને આ ન કહ્યું કે હું એક સારી ધાવનારી લાવી આપું છું બલકે આ કહ્યું કે હું એવા ઘરનું સરનામું બતાવું છું જેના લોકો તેના ઉછેરની જવાબદારી લેશે અને તેને શુભેચ્છાપૂર્વક ઉછરશે.

(૧૬) બાઇબલ અને તલમૂખદ ઉપરથી જણાય છે કે બાળકનું નામ ‘મૂસા’ ફિરઔનના ઘરમાં રાખવામાં આવ્યું હતું. આ હિબ્રૂ ભાષાનો નહીં બલ્કે કિબ્તી ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ ‘મેં તેને પાણીમાંથી કાઢયો’ છે. પ્રાચીન મિસ્રી ભાષા ઉપરથી પણ હઝરત મૂસા અ.સ.નું નામ કાઢવાની આ વાતને સમર્થન મળે છે. એ ભાષામાં ‘મૂ’ પાણીને કહેતા હતા અને ‘ઓશે’નો અર્થ હતો ‘બચાવેલો’
(૧૭) અને અલ્લાહની હિકમતભરી યુક્તિનો ફાયદો આ પણ થયો કે હઝરત મૂસા અ.સ. વાસ્તવમાં ફિરઔનના રાજકુંવર ન બની શકયા પરંતુ તેમના જ માતા-પિતા અને ભાઈ-બહેનોમાં ઉછેર પામી તેમને તેમની અસલીયત સારી રીતે જણાઈ ગઈ. તેમની કૌટુંબિક પરંપરાઓ, તેમના બાપદાદાનો ધર્મ, અને તેમની કોમ સાથેનો તેમનો સંબંધ કપાઈ શકયો નહીં. તે ફિરઔનવાળાના એક સભ્ય બનવાને બદલે દિલની લાગણીઓ અને વિચારોની દૃષ્ટિએ પૂરી રીતે બની ઇસ્રાઈલના એક સભ્ય બની મોટા થયા.

નબી સ.અ.વ. એક હદીસમાં કહે છે કે ‘જે માણસ તેની રોજી કમાવવા માટે કામ કરે અને તે કામમાં અલ્લાહની પ્રસન્નતા સામે રાખે તેનું ઉદાહરણ હઝરત મૂસા અ.સ.ની માતા જેવું છે કે તેમણે પોતાના જ બાળકને ધાવણ આપ્યું અને તેનું વળતર પણ મેળવ્યું.’ એટલે આવો માણસ જો કે પોતાનું અને પોતાના બાળકોનું પેટ ભરવા માટે કામ કરે છે પરંતુ કેમ કે તે અલ્લાહતઆલાની પ્રસન્નતા સામે રાખી ઈમાનદારી સાથે કામ કરે છે, જેની સાથે પણ મામલો કરે છે તેનો હક્ક પૂરી રીતે અદા કરે છે, અને હલાલ રોજી વડે પોતાની જાત અનેપોતાના બાળકોનો ઉછેર અલ્લાહની ઇબાદત સમજીને કરે છે, એટલા માટે તે તેની રોજી કમાવવા માટે પણ અલ્લાહને ત્યાં તેના વળતરનો હક્કદાર હોય છે. બીજા શબ્દોમાં રોજી પણ કમાવી અને અલ્લાહ પાસેથી વળતર અને સવાબ પણ મેળવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here