સાચી, ઠોસ તથા માનવતાવાદી પ્રથમ લોકશાહી એ ઇસ્લામની અમૂલ્ય ભેટ: નહીં કે પશ્ચિમની

0
139

ઇસ્લામને બદનામ કરવા માટે તથા તે આતંકવાદીઓનો ધર્મ છે એવું સાબિત કરવા માટે લોકશાહી નામની સોહામણી પરીનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકત એ છે કે પાયાની લોકશાહી એ ઇસ્લામની જ દેણ છે નહીં કે પશ્ચિમની. પશ્ચિમની લોકશાહી તો પોકળ, પાંગળી, કમજોર તથા અનેક ખામીઓ ભરેલી છે. તે માનવ સ્વભાવને અનુરૃપ નથી તથા આર્થિક રીતે પોષાય એવી પણ નથી. ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલે એવી દહેશત વ્યકત કરી હતી કે આ પ્રકારની શાસન પદ્ધતિ અંતે ટોળાશાહીમાં પરિણમે છે. વિશ્વભમાં આજે આપણે કહેવાતા લોકશાહી દેશોમાં તેનો તાંડવનૃત્ય જોઈ રહ્યા છીએ. તેણે એમ કહ્યું હતું કે બૌદ્ધિક અને સામાન્ય માનવીના મતનુ મૂલ્ય એકસરખું હોઈ શકે જ નહીં. તે તાર્કિક, વૈજ્ઞાાનિક તથા ગળે ઉતરી શકે જ નહીં.
વિશ્વમાં સૌ પ્રથમ લોકશાહી ફકત ઇસ્લામ અને ઈસ્લામમાં જ જોવા મળે છે. જ્યાં કોઈ કાયદા-કાનૂન, સજા તથા જોર-જુલમની જરૃર પડતી નથી, છતાં બધા જ માનવીઓ એકબીજાના ભાઈઓ છે. જેનો સાચા દિલથી એકરાર કરે છે તથા મરતા દમ સુધી તેનો અમલ કરી એક સાચા તથા નિષ્ઠાવાન નાગરિકની પૂર્વભૂમિકા પૂરી પાડે છે. દુનિયાની સૌથી જૂની લોકશાહીમાં આજે પણ હબસીઓને ખરા અધિકારો મળ્યા નથી. તેમને કલર ગાય ‘ર્ઝ્રર્ઙ્મેિ ખ્તેઅ’ કહીને સંબોધવામાં આવે છે. જ્યાં હબસીઓની વસ્તી વધી જાય છે એવા શહેર કે ગામડાઓથી ગોરાઓ હિજરત કરી જાય છે. ભારતમાં પણ હરિજનો, દલિતો તથા આદિવાસીઓને નિમ્ન ગણવામાં આવે છે. તેમના માટે અનામતની જોગવાઈ કરવી પડે છે. મુસ્લિમ દેશોમાં ત્યાંની પ્રજા અનામત નામના શબ્દથી જ અજાણ છે.

ઇસ્લામના આગમન બાદ જ વિશ્વસમાજે લોકશાહીના દર્શન કર્યા, જેના પરિણામે લાખોની સંખ્યામાં લોકોએ ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો, જેનો ઐતિહાસિક પુરાવો ભારતીય ઉપખંડ છે. ઇસ્લામ બેરૃહ (આત્મા વગર)ની લોકશાહી નહીં પરંતુ સજીવ તથા આત્મા સાથેની લોકશાહીનું નિરૃપણ કરવા માગે છે. આ અંગે વિશ્વભરના બિનમુસ્લિમ ઇતિહાસકારો ઈર્ષ્યા, ભેદભાવ તથા આભડછેટથી પીડાય છે અને અંને લોકશાહીને પશ્ચિમના નામે ચઢાવી રહ્યા છે. હકીકતમાં આ નર્યું જુઠ્ઠાણું છે. ઇસ્લામ અને ઇસ્લામે જ વિશ્વને લોકશાહીની ભેટ આપી છે. જો ન્યાયી, નિષ્પક્ષ તથા પૂર્વગ્રહ વિના જોવા જઈએ તો ઇસ્લામે વિશ્વ સમક્ષ સાચી લોકશાહીનો વિચાર રજૂ કર્યો. ઇસ્લામ અગાઉ બધા જ સામ્રાજ્યો તથા રાજ્યોમાં રાજશાહી હતી. સત્તામાં પ્રજાનો કોઈ જ હિસ્સો ન હતો. ઇસ્લામે સત્તાધિશોને પ્રજાનો કસ્ટોડિયન તથા રખેવાળ બનાવ્યો. આજના સત્તાધીશો પ્રજાને બિલકુલ જવાબદાર નથી. તેઓ પ્રજા ઉપર જોરજુલમ ગુજારી રહ્યા છે. પ્રજા પાંચ વર્ષ સુધી સહન કરે છે પરંતુ જેવી ચૂંટણીઓ આવે છે કે તેમને પૈસા, નેતાઓ, પ્રચારમાધ્યમો તથા જુદા જુદા વચનો દ્વારા ગુમરાહ કરી દેવામાં આવે છે. ધનિકોની હિમાયતી સરકારો રચાય છે. ઈસ્લામ નામની નહીં પરંતુ સાચી લોકશાહીમાં આસ્થા ધરાવે છે.

સાચી તથા પરિપકવ લોકશાહી માટે એ પાયાની શરત છે કે તે દેશના નાગરિકો પ્રમાણિક, ચરિત્રવાન, નીતિમાન તથા નિસ્વાર્થી હોય. જો પ્રજામાં આ ગુણો નહીં હોય તો ગમે તેવા લોકો સત્તા આંચકી લેશે. ઇસ્લામ સૌ પહેલા આવા નિષ્ઠાવાન નાગરિકોની ફોજ ઉભી કરવાનું કહે છે. લોકો ભેદભાવ તથા આભડછેટથી મુકત હોય તથા પૈસાની રેલમછેલ અથવા લાંચ-રુશ્વતના બંધાણી ન હોય. લોકશાહીને પવિત્ર ગણતા હોય અને તેનો સાચા દિલથી સ્વીકાર કરતાં હોય. વોટ માટે તમે લોકશાહીને વટાવી ખાવો અને અશ્વેતો તથા પીડિતો તેમજ ગરીબોના અધિકારોની વાત આવે તો બંધારણ તથા ન્યાયતંત્રની મજબૂરી બતાવી છટકી જાઓ. સભાઓમાં વચનોનો ધોધ વરસાવો અને સત્તા ઉપર આવો તો ઠેંગો બતાવો. ઈસ્લામે આવા સત્તધીશો ઉપર લગામ લગાવવા માટે જ પાયાની લોકશાહી માટે માર્ગદર્શન આપ્યું છે. જે સમાજમાં અમીર-ગરીબ વચ્ચે ઘર્ણણ હશે, વર્ગવિગ્રહ હશે તથા દરેક પ્રકારની અસમાનતા હશે, તો ત્યાં લોકશાહી નામનો છોડ ઉછરવાનો જ નથી. આથી ઈસ્લામે પહેલાં લોકશાહી માટેની જમીન સમતળ કરવાની હિમાયત કરી છે.
આજની વિશ્વભરની કહેવાતી લોકશાહી દેશોમાં જુદી જુદી લોબીઓ હોય છે. જે ધનિકો, ઉદ્યોગપતિઓ તથા વેપારીઓને મદદરૃપ થાય તથા તેમને લાભ થાય તેવા કાયદાઓ પસાર કરાવવામાં લખલૂટ ખર્ચ કરે છે. ગરીબો તથા પીડિત લોકોની કોઈ લોબી હોતી જ નથી. જો તેઓ લોબી ઊભી કરે તો પૈસા કયાંથી લાવે. લોકશાહીના ઠેકેદારો તથા અમલબરદારો આ બધું જ જાણે છે. પરંતુ આમ જનતા કહેવાતી લોકશાહી પાછળ ગાંડી થઈ ગઈ છે. મત આપવાની લાલચે તે પોતાનો જ અહિત કરી બેસે છે. જ્યાં સુધી તે સ્વસ્થ ચિત્તે તથા લાલચ વગર નહીં વિચારે ત્યાં સુધી તેનું ભલું કરનાર સરકાર આવવાની જ નથી. ઈસ્લામ અલ્લાહનો ખૌફ આપી આવા ધનિકો, અધિકારીઓ તથા નેતાઓની વણઝાર ઉપર બ્રેક લગાવવાનું કાર્ય કરે છે. લાંચ-રુશ્વતને ઇસ્લામે હરામ ઠેરવી છે. દેશનો દરેક નાગરિક જ્યાં સુધી ઈમાનદાર તથા લોકશાહીમાં સાચો વિશ્વાસ ધરાવતો ન થાય ત્યાં સુધી લાંચ-રુશ્વતની નાબૂદી અસંભવ છે.

સાચી લોકશાહી કોને કહેવાય તે માટે ઇસ્લામ મદદરૃપ થઈ પડે છે. જુદા જુદા દેશોમાં સમાનતા માટે બંધારણોમાં સૌ નાગરિકોને સમાન ગણાવવામાં આવ્યા છે. સમાનતા માટે જુદા જુદા કાયદાઓ ઘડવામાં આવ્યા છે તથા સજાની જોગવાઈ છે પરંતુ તે કાગળ ઉપર જ જોવા મળે છે. આથી વિરુદ્ધ ઇસ્લામમાં નરી આંખે સમાનતા કોને કહેવાય તે જોઈ શકાય છે. ઈસ્લામમાં કાળા-ગોરાનો કોઈ ભેદ જ નથી
ઇસ્લામના અંતિમ નબી હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ૧૪૦૦ વર્ષ પહેલાં ગુલામ હબશી બિલાલ (રદિ.)ને નમાઝ માટે અઝાન પોકારવાની પરવાનગી આપી. દુનિયાભરના લોકોને સાચી સમાનતા કોને કહેવાય, તેનો પરિચય આપ્યો. ખાલી કાગળ ઉપર લખવાથી અશ્વેતો તથા હરિજનોને અધિકાર મળી જવાના નથી.

રાજ્યના સર્વોચ્ચ સત્તાધીશ અને વડા ઊંટની લગામ પકડી, ચાલતા શહેરમાં પ્રવેશ કરે અને ઊંટ ઉપર ગુલામ સવાર હોય એવો દૃશ્ય ફકત ઇસ્લામ અને ઇસ્લામની લોકશાહીમાં જ જોવા મળે. ખલીફા પોતે રાતે જાગે અને પ્રજાની ખૈર-ખબર લે એવી લોકશાહી તો ફકત ઇસ્લામ અને ઇસ્લામ જ પૂરી પાડી શકે. અનાજ બાળકોને પોતે અડધી રાત્રે રાંધી જમાડે એ આજની કહેવાતી લોકશાહીને શરમાવે તેવો પ્રસંગ છે. આ બધા જ પ્રસંગો ખલીફા હઝરત ઉમર (રદિ.)ના સમયના છે અને ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરે તેની નોંધ લેવામાં આવી છે. ઇર્ષાળુ પશ્ચિમના ઇતિહાસકારો તેમની લોકશાહીમાં આવા પ્રસંગો બન્યા હોય તો શોધી બતાવે. આનું નામ લોકોની સરકાર, લોકો માટેની સરકાર તથા લોકો વડે ચાલતી સરકાર કહેવાય. (GOVT. OF THE PEOPLE, GOVT. FOR THE PEOPLE, GOVT. BY THE PEOPLE, -અબ્રાહમ લિંકન) ખાલી વ્યાખ્યા આપવાથી અથવા કહેવાથી લોકશાહી આવી જતી નથી. ગાંધીજી પણ આવા જ રામરાજ્યની ખેવના રાખતા હતા, પરંતુ તેમનું સ્વપ્ન કદી પણ સાકાર થવાનું જ નથી. લોકોએ દિલથી લોકશાહી ભાવનાનો સ્વીકાર કર્યો જ નથી. જે પ્રજા એક બાજુ તેમને મહાત્માનો ખિતાબ આપે અને બીજી બાજુ ગાળીઓથી વીંધી નાખે તે દેશની પ્રજા કયા મોઢે લોકશાહીની વાત કરે ? પ્રજાએ ખરા દિલથી લોકશાહીનો સ્વીકાર કર્યો હોત તો આવી કરૃણ ઘટના જ ઘટી ન હોત. ગોડસે જેવો હત્યારો જન્મ્યો જ ન હોત અને નેતાઓએ તેનો લાભ લીધો ન હોત. તેને ફાંસી આપી બધા જ પુરાવાઓ એક સાથે નાબૂદ કરી દેવામાં આવ્યા. અમેરિકામાં લિંકનની હત્યા કરવામાં આવી. આનું નામ લોકશાહી હોય તો ઈસ્લામના અનુયાયીઓને તે ન ખપે. આવી લોકશાહી પશ્ચિમને તથા તમને મુબારક. કેટલાક મુસ્લિમ દેશોએ પણ પશ્ચિમના મોડેલવાળી લોકશાહી અપનાવી અને તેમના નેતાઓની દિનદહાડે હત્યાઓ થઈ.
(ક્રમશઃ)
(યૂસુફ જે.નાગોરવાલા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here