CAA, NRC અને NPR વિરોધ માટ રેલી કાઢવાના પ્રયાસના પગલેPUCL કાર્યકરોની ધરપકડ

0
56

વડોદરા,

પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીસ (પીયુસીએલ)ના કાર્યકરોએ સીએએ, એનઆરસી અને એનપીઆરનો વિરોધ વ્યકત કરવા પોલીસ પાસે માંગેલી શાંત રેલીની પરવાનગી નહીં અપાતા નારાજ થયેલા કાર્યકરોએ તા.૩ જાન્યુઆરી ર૦ર૦ના રોજ આ અંગેના પ્રયત્નો પગલે પોલીસે ૪૦-પ૦ કાર્યકરોની ધરપકડ કરી હતી. સરકામરના સમર્થન માટેના કાર્યક્રમો માટે ફટાફટ મંજૂરી આપનાર પોલીસ વિરોધ કાર્યક્રમ માટે પ્રજાજનો, સ્વૈચ્છિક સંસ્થાઓ કે રાજકીય પક્ષોને રેલી, ધરણા, જાહેર સભા કે દેખાવો માટે એક યા બીજા કારણો આગળ ધરી પરવાનગી અપાતી નથી. આમ બંધાણે આપેલ મતભેદ કે વિરોધ દર્શાવવાના અધિકાર સંદર્ભે પોલીસ સરકાર તરફી વલણ દાખવી હોવાથી તે બંધારણની જાગવાઈ વિરુદ્ધ આચરણ કરતી હોવાની લાગણી પીયુસીએલના કાર્યકરોએ વ્યકત કરી છે.

પીયુસીએલ દ્વારા તા.ર૮મી ડિસેમ્બર ર૦૧૯ના રોજ પોલીસ કમિશ્નરને પત્ર લખી સીએએના કાયદા વિરુદ્ધ તા.ર જાન્યુઆરી ર૦ર૦ના રોજ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવા અંગે મંજૂરી માંગવામાં આવી હતી. તેના જવાબમાં પોલીસ કમિશ્નર કચેરીની વિશેષ શાખા દ્વારા પીયુસીએલને વિરોધ વ્યકત કરવા પરવાનગી આપવામાં આવતી નથી તેવો પત્ર પાઠવવામાં આવ્યો હતો.

તા.૩ જાન્યુઆરી ર૦ર૦ના રોજ પીયુસીએલના કાર્યકરોએ સયાજીગંજ સરદાર પ્રતિમા પાસે દેખાવો કરવા પ્રયત્નો કરાયા હતા. આથી ત્યાં ખડકી દેખાયેલ પોલીસ દ્વારા ૪૦થી પ૦ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

પીયુસીએલના અગ્રણી શૌકતઅલી ઈન્દૌરી અને આનંદ મઝગાંવકરે સરકાર સમક્ષ રોષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ભારતના બંધારણની કલમ-૧૯ દ્વારા તમામ નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી મળે છે. લોકો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી શકે છે. સરકાર એની વિરુદ્ધ વર્તી રહી છે. જા પ્રજાજનો સરકારને પોતાનો અવાજ પહોંચાડી ન શકે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમનું કામ યોગ્ય દિશામાં કેવી રીતે કરી શકે ? નાગરિકોને દેશના બંધારણ મુજબ લોકશાહીમાં  સરકારી નીતિઓનો વિરોધ કરી શકે છે, તેનું સમર્થન કરી શકે, ચર્ચા કરી શકે, અભિપ્રાય આપી શકે અને ચળવળ પણ ચલાવી શકે. પરંતુ હાલમાં સરકાર સમર્થકોને એની તક આપે છે. જ્યારે વિરોધ કરનારા અવાજને દબાવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here