CAA, NRC તથા NPR વિરુદ્ધ દેશભરમાં ભારે વિરોધ-પ્રદર્શન

0
124

નવી દિલ્હી,

નાગરિકતા સુધારા કાયદો (CAA) NRC  અને NPR વિરુદ્ધ સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તેલંગાણા વિ.સહિત દેશના અનેક સ્થળોએ ભારે વિરોધ-પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. જ્યારે ગુજરાત વિ. જેવા ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ નાના-મોટાપાયે ધરણા, રેલીઓ તથા શાંત વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે. આમાં વકતાઓએ જણાવ્યું કે બેરોજગારી, મોંઘવારી અને ઘટતા જતા જીડીપીના દર તેમજ બેંકોની કથળતી Âસ્થતિ પ્રત્યેથી લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવા આવા વિવાદાસ્પદ કાયદા કે મુદ્દાઓ રજૂ કર્યા છે કે જેથી લોકો તેમાં જ ગૂંચવાયેલા રહે અને મૂળ તથા મહત્વના મુદ્દાઓ અંગે કોઈ સરકારને પૂછે નહીં. આમાં વિરોધ-પ્રદર્શનો દરમ્યાન પોસ્ટરોમાં સ્પષ્ટ લખ્યું હતું કે ‘દેશને સીએએ, એનઆરસી અને એનપીઆર નહીં રોજગાર જાઈએ છે.’ એ વિરોધ પ્રદર્શનોમાં આવા કાળા પક્ષપાતી, ગેરબંધારણીય, ભાગલા પડાવનારા તથા હાલમાં બિનજરૂરી કાયદાઓના બદલે દેશની કથળતી જતી આર્થિક વ્યવસ્થા, બેરોજગારી, મોંઘવારી તેમજ ગરીબી જેવી જરૂરી અને મહત્વની સમસ્યાઓ ઉકેલવાની તીવ્ર લાગણી કરી છે.

આવા પ્રદર્શનો વખતે અને હવે મીડિયામાં સરકારના મંત્રીઓ, ગૃહપ્રધાન અને છેલ્લે વડાપ્રધાન દ્વારા આવા કાયદાઓ તથા ડિટેન્શન સેન્ટરો હોવા કે ન હોવા અંગેના પરસ્પર વિરોધાભાસી કે જુઠ્ઠા નિવેદનો પણ ખૂબજ ચર્ચામાં રહ્યા છે.

આવા ગેરબંધારણીય અને ભાગલાવાદી કાયદાઓના વિરોધ માટે દેશમાં આ વખતે મુસ્લિમો સાથે સાથે હિંદુઓ તથા અન્ય કોમો કે જેમ કે શીખ, બૌદ્ધ તથા ખ્રિસ્તી બિરાદરીના લોકો પણ ઘણી મોટી સંખ્યામાં સામેલ થયા છે. કારણ કે આ વાત હવે લોકો સારી રીતે સમજી ગયા છે કે આવા કાયદાઓ માત્ર મુસ્લિમોને જ નહીં બલ્કે હિંદુઓ તથા અન્ય બિનમુસ્લિમ કોમો પણ પ્રભાવિત થઈ શકે છે તેની પ્રબળ આશંકા છે. સાથે જ નાગરિકતા મેળવવા માટે જરૂરી પુરાવાઓ હોવા છતાં તેમને સરકારી ખાતાઓમાંથી કઢાવવા તથા તેના મસમોટા ખર્ચ તથા હાલાકી બાદ નોંધણી માટેની નોટબંધી જેવી લાંબી લાંબી કતારોમાં મહિનાઓ સુધી દરેકને ઉભા રહેવું પડશે એ પણ અલગ મુસીબત છે.

કેટલાક લોકો આ સમગ્ર કવાયત ભાજપ પોતાની ઘટી રહેલ લોકપ્રિયતા કે મતબેંકને વધારવાના હેતુથી કરાઈ રહી હોવાનું પણ કહી રહી છે. સાથે જ આવા નફરતપૂર્ણ વાતાવરણના લીધે પોલીસ અત્યાચાર પણ ખૂબજ વધી ગયાનું પણ ચર્ચામાં છે.

આવા ભારે વિવાદાસ્પદ કાયદાઓ, તેની સામેના પ્રચંડ, અનેક રાજ્યો દ્વારા તેને લાગુ નહીં કરવાની જાહેરાત જાતાં તેમજ વિદેશમાં પણ થઈ રહેલ વિરોધ તથા દેશની બદનામી જાતાં ભારતના ન્યાયતંત્રની જવાબદારી ખૂબજ વધી જાય છે. તેણે આવા કટોકટીભર્યા સમયમાં પોતાની ગંભીર તથા મોટી જવાબદારી વહેલી તકે કે સમયસર અને નિષ્પક્ષ તથા કોઈ પણ દબાણ વગર અદા કરવાની રહે છે.

મીડિયા પણ આવા સમયે નિષ્પક્ષ તથા નીડર રીતે તેમજ કોઈ પણ રાજકીય દબાણ વિના પોતાની જવાબદારી અદા કરે તે પણ ખૂબજ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here