EVM ફરી ચર્ચાની ચગડોળે

0
410
Electronic Voting Machines (EVMs) and Voter Verifiable Paper Audit Trail System (VVPATs), display during Press confrence “EVM Challenge” at Vigyan Bhawan in New Delhi on Saturday. PHOTO BY SANJEEV RASTOGI

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૬મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો. મોટી મોટી જાહેરાતો કરવામાં આવી. ધ્વજ ફરકાવવામાં આવ્યા. ગરમા-ગરમ ભાષણો કરવામાં આવ્યા. હવે ક્યાં તો ચૂંટણીઓ વખતે આનો ઉપયોગ કરાશે, અથવા તો પછી આવતા વર્ષે આ જ દિવસે ફરી આ વાતોન યાદ કરવામાં આવશે. બાકીના દિવસોમાં બધું ભુલાઈ જવાશે. કોઈનેય આની સાથે કોઈ નિસ્બત નહીં રહે. આ પ્રસંગે રાષ્ટ્રપતિનો રાષ્ટ્રજાગ સંદેશ પણ મોટા ભાગે મહ¥વપૂર્ણ હોય છે. પરંતુ એ તરફ પણ કોઈ ધ્યાન આપતું નથી.

વાસ્તવમાં હોવું તો આ જાઈએ કે દેશની આઝાદી, તેમાં બલિદાન (કુર્બાની) આપનારાઓનું સ્મરણ, તેમની કુર્બાનીઓનો હેતુ, મહ¥વ અને કેટલી હદે અમલમાં મૂકાઈ તે બધું યાદ કરવા અને તે મુજબ તેને સાર્થક કરવાની આવશ્યકતા હોય છે. પરંતુ આવું કંઈ બહું થતું હોય એવું લાગતું નથી. માત્ર ગણત્રીના બે-ચાર નામો દોહરાવી સંતોષ માની લેવામાં આવે છે.

આઝાદીમાં મુÂસ્લમોનો ફાળો, તેમની કુર્બાનીઓ, આ ગણતંત્ર દિવસે બંધારણ દ્વારા મુસલમાનો સહિત લઘુમતિઓ અને સમગ્ર દેશના સુ-વ્યવÂસ્થત સંચાલન માટે આ દિવસે રજૂ કરાયેલ બંધારણ મુજબ ચાલવા અને સમગ્ર દેશને ચલાવવાની યાદ અને ગંભીરતાથી પુનઃપ્રયાસો કરવાની જરૂરત હોય છે પરંતુ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવું કશું જ નથી થઈ રહ્યું. દરેક સંસ્થામાં આજે શાસક પક્ષ દ્વારા દરેક કાર્યની, કાયદા-કાનૂનની અને હેતુની મન-માની વ્યાખ્યા કરવામાં આવી રહી છે. પરિણામે આજે દેશની દરેક ક્ષેત્રની પરિÂસ્થતિ વધુ ને વધુ કથળતી જઈ રહી છે. પછી વાત અર્થતંત્રની હોય, ન્યાયતંત્રની હોય, શિક્ષણ ક્ષેત્રની હોય, વહીવટીતંત્રની હોય કે પછી રાજકારણની. દરેક ક્ષેત્રે શાસક પક્ષ ભાજપ કે પછી તેમાંય વડાપ્રધાન પોતાની રીતે જે માને અને જે કહે તે જ કાયદો બની જતો હોય છે.

આપણે સૌ જાણીએ છીએ કે લોકશાહીમાં ચૂંટણીઓનું ખૂબ જ મહ¥વ હોય છે. તેમાં જેટલી નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શિતા હશે તેટલી તે દેશ-હિતમાં હશે. આજે એના એક ભાગ મતદાન બાબત ઇ.વી.એમ. ચર્ચામાં છે. કેટલાક લોકો કહે છે કે તે હેક કરી શકાય છે, અને ચૂંટણી પંચ કહે છે કે તે શક્ય નથી. બંને તરફથી દાવાઓ કરવામાં આવી રહ્યા છે. બંને પક્ષે પુરાવાઓની વાત કહેવામાં આવી રહી છે. આવા સંજાગોમાં હોવું તો આ જાઈએ કે આ રીતે મૌખિક દાવાઓના આધારે કોઈ નિર્ણય લેવાના બદલે આની ઝીણવટપૂર્વક ચકાસણી થવી જાઈએ. ઇ.વી.એમ. હેક થઈ શકે છે કે તેની સાથે ચેડાં કરી શકાય છે તે કહેનારાઓને તે સાબિત કરવાની પૂરેપૂરી તક આપવી જાઈએ. માત્ર આ કહીને ચૂંટણી પંચ આ બાબતને નકારી કાઢે કે હવે અમે બેલેટ પેપરના યુગમાં પાછા ન જઈ શકીએ. આજે પશ્ચિમના કેટલાય દેશો ઉપરાંત વિશ્વના અનેક દેશો નાની મોટી ચૂંટણીઓ માટે જ્યારે બેલેટ પેપરનો ઉપયોગ કરતા હોય તો આપણે પણ તેમ કરીએ તો એમાં ક્યાં પછાતપણું આવી જાય છે.

ઇ.વી.એમ. અંગે આજે સમગ્ર દેશ ત્રણ ભાગોમાં વિભાજિત દેખાય છે. એક ગ્રુપમાં ભાજપ અને ચૂંટણી પંચ છે કે જે કહે છે કે ગમે તે થઈ જાય પરંતુ ચૂંટણીઓ ઈ.વી.એમ. દ્વારા જ કરાશે. બીજા ગ્રુપમાં તમામ વિરોધી પક્ષો છે કે જેઓ ઈ.વી.એમ.ની વિરુદ્ધ તથા બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા ઇચ્છે છે. જ્યારે ત્રીજા ગ્રુપમાં ભાજપના સાથી પક્ષો સામેલ છે કે જેઓ ચુપચાપ રહી ઈ.વી.એમ.ના સમર્થન તથા વિરોધનો તમાશો જાઈ રહ્યા છે. આ ત્રણેય ગ્રુપો વચ્ચે જાણે કે લોકશાહી પીસાઈ રહી છે. અને પરિણઆમે દેશની ચૂંટણી-પ્રક્રિયા શંકામાં ઘેરાતી જઈ રહી છે. લોકો તો આટલે સુધી કહે છે કે અમે તો ઈ.વી.એમ.ને મત આપી દીધો છે હવે જાઈએ કે આ ઈ.વી.એમ. કોને મત આપે છે. પહેલાં બેલેટ પેપરમાં થોડી ઘણી ગરબડીની વાતો થતી હતી, અને હવે ઈ.વી.એમ. જ ગરબડીનું પ્રતીક બનતું જઈ રહ્યું છે.

આવામાં માત્ર અને માત્ર મોટી મોટી જાહેરાતો અને ભાષણો કરી બેસી જવાને બદલે ખરેખર દેશના બંધારણ અને તેની પૂરેપૂરી કાળજી લેવા સંબંધે જરૂરી તમામ પગલાં લેવા જાઈએ. માત્ર મુÂસ્લમો અને લઘુમતીઓના અધિકારોના હનનની વાતો હવે આગળ વતી સમગ્ર દેશ સાથે રાજ-રમત રમવાની જે રીત શરૂ થઈ છે તે ખૂબ જ ગંભીર બાબત છે. તેના વિષે આ પ્રજાસત્તાક કે ગણતંત્ર દિવસે ખૂબ જ ગંભીરતાથી વિચારવાની તેની કાળજી લેવાની અને તેને અમલમાં મૂકવાની તાતી જરૂરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here