
દિલ્હી, વહતે ઇસ્લામી હિંદના અમીર મૌલાના અતાઉર્રહમાન વજદીએ દેશની પરિસ્થિતિ અંગે એક અખબારી યાદી દ્વારા કેન્દ્રીય ગૃહપ્રધાનના રાજીનામા, ભાજપના કપિલ મિશ્રાની ધરપકડ અને પ્રજાથી એનપીઆરના બહિષ્કારની અપીલ કરી છે.
ગત દિવસોમાં દિલ્હીના જાફરાબાદ, મૌજપુર અને મુઝફફરાબાદ સલીમપુર દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં સરકારનો ચહેરો ખુલ્લો પડીને સામે આવી ગયો છે. ત્રણ મહિનાથી એનપીઆર, એનઆરસી અને સીએએ વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો ચાલુ હતા, પરંતુ ભાજપના કપિલ મિશ્રાએ આ કાળા કાનૂનના સમર્થનમાં લોકોને એકઠા કરીને તેમને ઉશ્કેર્યા. તે પછીઆ વિસ્તારોમાં મુસલમાનોના વેપાર-ધંધા અને મકાનોને લક્ષ્ય બનાવીને બાળી મૂકવામાં આવ્યા. લોકો દ્વારા અને પોલીસ તરફથી ગોળીઓ ચલાવવામાં આવી, જેમાં સરકારી આંકડાઓ અનુસાર પ૩ લોકોએ જીવ ગુમાવ્યા. જા કે લોકોમાં આના કરતા ઘણા વધુ લોકો હોમાયા છે. આમાં કેટલાક લોકો ગુમ છે અને ૩૦૦ કરોડથી વધારેના નુકસાનનો અંદાજ છે. વર્તમાન પરિસ્થિતિમાં ભય અને આશંકાથી ઉપર ઉઠીને એનપીઆરના સંપૂર્ણ બહિષ્કારની યોજના બનાવવાની આવશ્યકતા છે. મુસલમાનો અને બિનમુસ્લિમો દેશબાંધવોની મોટી સંખ્યાએ આનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે, અહીં બહિષ્કારના વ્યવહારૂ અને યોગ્ય સ્વરૂપો અંગે જાઈએ તો મહોલ્લા કમિટીઓ બનાવવામાં આવે, જેમાં મસ્જિદ કમિટીના પ્રમુખ (મુતવલ્લી, વ્યવસ્થાપક) અને મહોલ્લા કે વોર્ડના કાઉન્સિલર/ કોર્પોરેટર ઉપરાંત સક્રિય નવયુવાનો સામેલ હોય, એનપીઆરના લોકો જ્યારે મહોલ્લામાં આવે, તો આ કમિટી તેનું સ્વાગત કરે, ફુલ આપીને ચા-પાણી પીવડાવીને તેમને સમજાવવામાં આવે કે એક પણ વ્યક્તિ તમારી મદદ નહીં કરે.
મહોલ્લા/શેરી, ચાલી સોસાયટીના દરેક દરવાજા ઉપર ‘નો એનપીઆર, ગો બેક’ના બેનર/સ્ટીકર લગાવી દેવામાં આવે.
ન તો અમે કાગળ બતાવીશું, ન અમે ફોર્મ/કાગળમાં કંઈ લખાવીશું. આ તમામ કામની વીડિયોગ્રાફી પણ જરૂરથી કરવામાં આવે અને તેને સુરક્ષિત કરી લેવામાં આવે.