UAPA તથા RTI કાયદાઓ સરકાર તથા અંગ્રેજી અખબારો

0
408

અંગ્રેજી દૈનિક ‘પાયોનિયર’ (ર૬મી જુલાઈ-ર૦૧૯) આરટીઆઈ બિલ સહિત અન્ય કાયદાઓ ઘડવા અંગે ટિપ્પણી કરતાં પોતાના તંત્રીલેખનું શીર્ષક બનાવે છે : ‘Why The Rush’ (આટલી ઉતાવળ કેમ ?) તે આ શીર્ષક હેઠળ સરકારને સલાહ આપતાં લખે છે કે સંવેદનશીલ પ્રકારના બિલો પર ભરપૂર ચર્ચા થવી જાઈએ અને તેના તમામ પાસાઓ પર ચર્ચા-વિચારણા (કે ચિંતન-મનન) થવી જાઈએ, નહીં કે તેને રાજકીય બાજી (રમત) જીતવા માટે ગમે તેમ  કરીને ખૂબજ ઉતાવળથી મંજૂર કરાવી લેવામાં આવે. તેના માનવ મુજબ આરટીઆઈ ર૦૧૯ની સાથે કંઈક આવો જ મામલો કરવામાં આવ્યો છે. સ્પષ્ટ રહે કે ‘ધી પાયોનિયર’ને સરકારનો હિમાયતી દૈનિક માનવામાં આવે છે. દૈનિક ‘ધી હિંદુ’ (ર૬ જુલાઈ ર૦૧૯એ UAPA બિલ ર૦૧૯ને પોતાના પ્રથમ તંત્રીનોધનો શીર્ષક/ મથાળો બનાવતાં ‘ધી ટેરરિસ્ટ ટેગ’ના મથાળા સાથે લખ્યું છે કે જ્યાં સુધી ભારતનો સવાલ છે તો અહીં આતંકવાદનો સામનો કરવા માટે કડક કાયદાની જરૂરત તો છે, તેમ છતાં સૂચિત સુધારાઓનો દુરૂપયોગ પણ કરી શકાય છે. તેઓ આગળ લખે છે કે કોઈપણ વ્યક્તિને આતંકવાદનો આરોપી ઠેરવી દેવી, જેવું ઉલ્લેખિત સુધારા કાયદામાં સૂચવવામાં આવ્યું છે તે બાહ્ય કે દેખીતી રીતે તો એક નિર્દોષ કાર્ય દેખાય છે, તેમ છતાં તેના પરિણામે ગંભીર પ્રકારના બંધારણીય પ્રશ્નો ઉભા થયા છે. સાથે જ તેના દુરૂપયોગની આશંકાઓ પણ જન્મે છે. અંમાં તે સરકારને આ સલાહ આપે છે કે આ ઠીક છે કે કોઈપણ સ્થિતિમાં સહન કરી શકાય નહીં, પરંતુ મૂળભૂત અધિકારોનું રક્ષણ પણ એ જ દરજ્જામાં જરૂરી છે, તેનો ખ્યાલ (ધ્યાન) રાખવો પણ સરકાર (રાજ્ય-રાષ્ટ્ર)ની જવાબદારીઓમાં સામેલ છે.

(ર) અંગ્રેજી સમકાલીન ‘ટાઈમ્સ ઓફ ઇÂન્ડયા’ (ર૬ જુલાઈ ર૦૧૯)એ પણ આ અંગે તંત્રીલેખ લખ્યો છે. ‘લૂઝિંગ ધી પ્લોટ’ના શીર્ષકથી અખબાર લખે છે કે  UAPA ગેરકાયદેસર પ્રવૃત્તિ સંબંધિત સુધારો કાયદો)ને નિઃશંક આતંકવાદ પર ધ્યાન આપવો જાઈએ, પરંતુ વ્યક્તિ પર આનું લેબલ લગાવવું પોતાનામાં ખૂબજ ભયાનક બાબત ધરાવે છે. આગ જતાં અખબાર લખે છે કે ગત બુધવાર (ર૪ જુલાઈ, ર૦૧૯)ના રોજ લોકસભાએ જે સુધારા બિલને મંજૂરી આપી છે તેમાં કરાયેલી નોંધો ખૂબજ ખતરનાક અને પરેશાન કરનારા છે. અખબારે તેણે સરારને આ સત્તા આપી છે કે તે આરોપીને અદાલતમાં ગુનો પુરવાર થયા પહેલાં જ કોઈને પણ અપરાધી ઠેરવીને દોષિત ઠેરવી શકે છે, અને આ બાબત કુદરતી ન્યાય (નેચરલ જસ્ટીસની વિરુદ્ધ છે. અખબાર  અંતમાં લખે છેકે સરકારને સરમુખત્યારશાહી શૈલી અપનાવવા અને અમર્યાદિત સત્તાઓથી પોતાને સજ્જ કરવાથી દૂર રાખવું જરૂરી છે. નહિંતર તેનું અનિવાર્ય પરિણામ આ સત્તાઓના દુરૂપયોગના રૂપમાં જ આવશે. આવું ફકત એ કારણે શકય બની શકયું છે કે સંસદમાં સરકારને એવી આંકડાકીય શક્તિ પ્રાપ્ત છે કે તેને પડકારી શકાય તેમ નથી.

(૩) અંગ્રેજી દૈનિક ‘ધી એશિયન એજ’એ પણ આને પોતાની તંત્રીનોંધનું શીર્ષક બનાવ્યું હતું. અખબારે ‘રૂમ ફોર કન્સર્ન’ ઓન એન્ટી ટેરર બિલ’ના શીર્ષકથી ર૬ જુલાઈ ર૦૧૯ના અંકમાં જે તંત્રીલેખ લખ્યું છે, તેમાં આ બતાવવામાં આવ્યું છે કે નવા સુધારાઓ દ્વારા દેશની સુરક્ષા એજન્સીઓને જે અસાધારણ સત્તાઓ આપવામાં આવી છે, તે માણસને ચિંતામાં નાખી દેનારા છે. જા કે સરકાર આ વાતની ખાતરી અપાવી રહી છે કે આનો દુરૂપયોગ નહીં થાય, તેમ છતાં આનાથી દરેકને ખતરાની ગંધ અનુભવાઈ રહી છે. અખબાર વધુમાં લખે છે કે ‘એનઆઈએ’ બિલની મંજૂરી અને પ્રોટેકશન ઓફ હ્યુમન રાઇટસ એકજ તેમજ આરટીઆઈ એકટ ઈન્ફોર્મેશન કમિશનને હૈસિયત વિહોણો બનાવી દીધો છે, તેની પાંખો કાપી નાખવામાં આવી છે અને રાજ્યને એટલી સત્તાઓ આપી દીધી છે કે તે કોઈની સામે ઉત્તરદાયી નથી રહ્યું. ઉલ્લેખિત અખબાર અંતમાં લખે છે કે આતંકવાદનો મુકાબલો કરવો એ સમયની સૌથી વધુ મહત્વની જરૂરત છે. તેના માટે કાર્યરીતિ ઘડવી પણ જરૂરી છે, પરંતુ આ કામ બળ તથા શક્તિને એક સ્થાને કેન્દ્રીત કરવાથી વધુ જરૂરી છે. સાવચેતી વધારવી, હરહંમેશ સજાગ કે સાવચેત રહેવું અને રાખવું છે.

(૪) સમકાલીન ઈન્ડિયન એકસપ્રેસ (ર૬ જુલાઈ ર૦૧૯)એ પણ આ મામલાને અસાધારણ મહત્વ ધરાવતો મામલો ઠેરવતા તેના પર તંત્રીલેખ લખ્યો છે તેણે પોતાના તંત્રીલેખ ‘ઈટ ટેક્ષ ટૂ’ના શીર્ષક હેઠળ લખ્યું છે કે આ બિલો અંગે વિરોધ પક્ષની આ માગણીમાં કંઈક વજન (મહત્વ) જણાય છે કે આને સંસદીય સમિતિના હવાલે કરવો જાઈએ. આ સરકારે કે જે ‘સૌનો વિશ્વાસ’ પ્રાપ્ત કરવા ચાહે છે તેણે વિરોધ પક્ષના આ અવાજને પણ સાંભળવો જાઈએ, અને સાથે જ આના પર ધ્યાન પણ આપવો જાઈએ. અખબાર આગળ જતાં લખે છે કે વિરોધ પક્ષની આશંકામાં પણ વજન છે કે સરકાર લોકસભામાં પોતાના સંખ્યાબળના જારે આ ચાહે છે કે બીજા ગૃહ (રાજ્યસભા)માં પણ આ બીલ કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના મંજૂર કરી લેવામાં આવે. અંતમાં અખબાર સરકારને આ સલાહ આપે છે કે  એનડીએ સરકારે ખૂબજ સમજદારીથી અને બુદ્ધિમત્તાપૂર્વક કે સમજીવિચારીને કામ લેતાં પોતાના નિર્ણય અને વલણ ઉપર પુનઃ વિચાર કે પુનઃરાવલોકન કરવું જાઈએ. આને અવામી-નિણર્યો તથા વિરોધી-સૂરને દબાવવા અને કચડી નાખવા માટે આનો કદાપિ ઉપયોગ કરવો ન જાઈએ.

આ અંગે પત્રો (લેટર્સ) પણ આવ્યા છે અને લેખો પણ ઉલ્લેખિત અંગ્રેજી સમકાલીન એટલે કે ઇન્ડિયન એકસપ્રેસમાં મનીષ સિસોદિયાનો લેખ ‘લુક, હુ ઈઝ અફરેડ ઓફ આરટીઆઈ’ પ્રકાશિત થયેલ છે. તેમાં પણ વર્તમાન સરકારના દૃષ્ટિકોણથી અસહમતી વ્યકત કરવામાં આવી છે. એવી જ રીતે એક અન્ય અંગ્થ્રેજી સમકાલીન હિદુસ્તાન ટાઇમ્સ’માં મણી (શંકર) ઐય્યરનો લેખ ‘આરટીઆઈ અમેન્ડ્‌મેન્ટ્‌સ …. પણ પ્રકાશિત થયેલ છે. આ શીર્ષકથી પણ તેના વિષયનો અંદાજા લગાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here